Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમરેલીમાં સગીરા ઉપર બળાત્કાર

ચાર શખ્સોએ જાતીય હુમલો કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુઃ ગર્ભ રાખી દીધાની રાવ

અમરેલી, તા. ૩ :. અમરેલીમાં રહેતી યુવતીની શારીરિક - માનસિક અક્ષમતાનો લાભ લઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સગીર વયની બહેનનો અવારનવાર પીછો કરી કિશન ચંદુ સોલંકી, આર્યન, જાવેદ પઠાણ, અસરત ઉર્ફે અસગર ખલીફાએ જાતીય માંગણી કરી પરાણે ઉગ્ર પ્રવેશ કરી જાતીય હુમલો કરી ચિતલ રોડ ડેમના પાળે તથા તેના ઘરની પાછળ બળાત્કાર કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરી દોઢ માસનો ગર્ભ રાખી દીધાની સીટી પોલીસમાં ફરીયાદ થવા પામી હતી.  આ બનાવને પગલે અમરેલીમાં ચારેય શખ્સો સામે સખત પગલા લેવા માંગ ઉઠવા પામી છે.

(3:47 pm IST)