Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ટંકારાના ભરવાડ સમાજના આર્મીમેન નિવૃત થતા સામૈયુ

ટંકારા, તા. ૩ : ભરવાડ સમાજના આર્મીમેન નિવૃત થઇ વતન ઘરે પરત ફરતા સામૈયુ કરી સ્વાગત કરાયેલ.

ટંકારાના ભરવાડ સમાજના ઝાંપડા પરિવારના હીરાભાઇ ભીમજીભાઇ ઝાંપડા પિતા અને માતા કંકુબેનનો પુત્ર ખોડાભાઇ હીરાભાઇ ઝાંપડા આર્મીમાંથી નિવૃત થતાં ટંકારાના ભરવાડ સમાજ તથા ગ્રામજનોનું બગીમાં સામૈયું કરી સ્વાગત કરાયેલ.

ખોડાભાઇ ઝાંપડા ૩૧-૧૦-ર૦૦રમાં આર્મીમાં જોઇન્ટ થયેલ. ટ્રેનીંગ અહમદનગર આર્મડ સેન્ટર મહારાષ્ટ્રમાં ૧૪ મહીના લીધેલ. ત્યારબાદ ઉતરપ્રદેશ બબીના ખાતે જમ્મુ ખાતે, પાંચ વર્ષ પંજાબના પટીયાલમાં તથા ત્રણ વર્ષ અમૃતસર અટારીમાં ફરજ બજાવેલ. ચાર વર્ષ રાજસ્થાન બોર્ડર ગંગાનગર ખાતે ફરજ બજાવેલ. છેલ્લે ઉતરપ્રદેશના બબીના ખાતે ફરજ બજાવેલ.

તા. ર-૭-૧૯ના રોજ નિવૃત થયેલ. ટંકારા પરત આવતા પાંજરાપોળના રમેશભાઇ ગાંધી, માજી સરપંચ ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, ભરવાડ સમાજના અગ્રણીઓ, રાણાભાઇ ટપુભાઇ  હીરાભાઇ ભીમાભાઇ, ભુપતભાઇ વાલાભાઇ, જીવણભાઇ મંગાભાઇ, અરજણ બાધાભાઇ, મુન્નાભાઇ ચા વાળા વિગેરે દ્વારા હારતોરા કરી સ્વાગત કરાયેલ.

આર્મીમેન ખોડાભાઇ ઝાંપડાનું સામૈયુ બગીમાં કરાયેલ અને ટંકારામાં ફરેલ. ભરવાડ સમાજ તથા ટંકારાના ગ્રામજનો સ્ત્રી-પુરૂષો મોટી સંખ્યામાં જોડાયેલ.

આર્મીમેન ખોડાભાઇએ ફરજ અંગેની માહીતી આપેલ અને યુવાનોને લશ્કરમાં જોડાવા અનુરોધ કરેલ.

(3:46 pm IST)