Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

દારૂ-મારા મારીના ગુન્હામાં ફરાર જામનગરનો ભરતસિંહ પીંગળ ઝડપાયો

જામનગર તા. ૩ :.. પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંધલ એ સુચના કરતા એલસીબી પો. ઇન્સ. શ્રી આર. એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ. સી. બી. ની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સ્ટાફનાં માણસો કાર્યરત હતાં.

પોરબંદર જીલ્લાના બગવદર પો. સ્ટે. ના ઇગ્લીશ દારૂની બોટલ નંગ ર૬ર૧૬ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. રૂ. ૩૧,પ૭, ૬૦૦ નો મુદામાલ પકડાયેલ જે ગુન્હામાં નાસતો ફરતો હતો.

દોઢેક મહિનાા પહેલા ફરીયાદી શ્રી ભરતસિંહ પથુભા પીંગળ રહે. જામનગર વાળા વિરૂધ્ધ મારા મારીના કેસમાં આરોપી નાસતો ફરતો હતો.

સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા, વનરાજભાઇ મકવાણા તથા અશોકભાઇ સોલંકીને બાતમી હકિકત મળેલ કે, જામનગર સીટી એ. ડીવી. પો. સ્ટે.ના મારા મારીના તેમજ પોરબંદર જીલ્લાના બગવદર પો. સ્ટે.ના ઇગ્લીશ દારૂના કેસમાં નાસતા ફરતા આરોપી પ્રદીપસિંહ ઉર્ફે કાનો રણજીતસિંહ ભટી રહે. ચેલા, તા.જી. જામનગર, વાળો જામનગર વાલકેશ્વરીમાં આદર્શ હોસ્પીટલ પાસે હોવાની હકિકત આધારે પકડી પાડી મજકૂરકને પો. હેડ કોન્સ. ખીમભાઇ ભોચીયાએ પકડી પાડી ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર. એ. ડોડીયાની સુચના મુજબ પો. સ. ઇ. આર. બી. ગોજીયા કે. કે. ગોહીલ, એલ. સી. બી.  સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ બી. જાડેજા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, લક્ષ્મણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:10 pm IST)