Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જેતપુર પાલીકાની સભામાં ૧૭ કમીટીના ચેરમેન વરાયાઃ ૪૧ ઠરાવ સર્વાનુમતે મંજુર

રાજુભાઇ ઉસદડીયા ૭મી વખત કારોબારી કમીટી ચેરમેન બન્યા

જેતપુર, તા.૩: જેતપુર નવાગઢ નગરપાલીકાની પ્રથમ ટર્મની કમીટીની મુદત પુર્ણ થતા ગત રોજ પાલીકાના સેન્ટ્રલ હોલ ખાતે સાધારણ સભા પાલીકા પ્રમુખ કુસુમબેન સુરેશભાઇ સખરેલીયાના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલ. જેમાં પાલીકાની ૧૭ જુદી જુદી કમીટીના ચેરમેનોની વરણી કરવામાં આવેલ.

કારોબારી કમીટી ચેરમેન તરીકે રાજેશભાઇ ગોરધનભાઇ ઉસદડીયાની ૭મી વખત વરણી કરાયેલ. ચંદ્રેશભાઇ વીછી (ટાઉનપ્લાનીંગ કમીટી) દિલિપભાઇ વડાલીયા (ગાર્ડન કમીટી) રમાબેન મકવાણા (મુકિતધામ કમીટી) સ્વાતીબેન જોટંગીયા (શાળા અને લાયબ્રેરી કમીટી) નેન્સીબેન જયસ્વાલ (ઇલે.કમીટી) દેવશીભાઇ ઝીંઝુવાડીયા (સેનીટેશન કમીટી) રેખાબેન કમાણી (વાહન કમીટી) રક્ષાબેન વ્યાસ (ટેક્ષ કમીટી) જયોત્સનાબેન બગડા (શોપ કમીટી) હંસાબેન પંડયા (લો કમીટી) મુકતાબેન નંદાણીયા (સ્ટાફ સીલેકશન) માધુરીબેન ( રમત ગમત કમીટી) ગીતાબેન જાંબુડીયા (એન.યુ.એલ.એમ.કમીટી) વીજયાબેન બરવાડીયા (ભુર્ગભ ગટર કમીટી)ની ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. આ સાધારણ સભામાં શહેરને લગતા વિકાસના કુલ ૪૧ ઠરાવો મંજુર કરાયેલ. જેમાં પાલીકા દ્વારા નાઇટ સેલ્ટર બનાવવા જમીન કબ્જા કીંમત રૂ.૨૧ લાખ ભરવાના. આ ઠરાવનો કોંગ્રેસના અજીતસિંહ જાડેજા અને શારદાબેન વેગડા બંનેએ વિરોધ કરતા જણાવેલ કે ૮ વર્ષ પહેલા આ જમીન અનુ.જાતીના લોકો માટે કોમ્યુનીટી હોલ બનાવવા સરકારે ફાળવણી કરી છે.

(1:10 pm IST)