Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જુનાગઢ આઘાટ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ

જુનાગઢઃ આધાર ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ, તેમજ જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઉપક્રમે શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢ ખાતે સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહ તેમજ જરૂરિયાતમંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. અને સાથે ૬ જરૂરીયાત મંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. સિલાઇ મશીનના દાતા જયાબેન ગોકળભાઇ વઘાસિયા, હરસુખભાઇ વઘાસિયા (સમૂહ લગ્નના પ્રણેતા) અને પ્રીતિબેન બી.વઘાસિયા દ્વારા છ બહેનોને પોતાના પરિવારને મજબુત બનાવી શકે, અને ઉપયોગી બની શકે, એ હેતુથી સિલાઇ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:10 pm IST)