Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જામનગર શહેર દ્વારા સંગઠનપર્વના આયોજન માટે અભ્યાસ વર્ગ યોજાયો

જામનગર, તા.૩: ભાજપ શહેર કાર્યાલય ખાતે સંગઠનપર્વ ૨૦૧૯માં શહેરમાં સદસ્યતા અભિયાન વેગવંતુ બને અને વોર્ડ થી શરુ કરી બુથ સુધી સદસ્યતા કાર્યક્રમ નું આયોજન કરી તમામ કાર્યકર્તાઓને સંગઠનપર્વ માં જોડાવાનું આહવાહન રજનીભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ.

આગામી ૬ જુલાઈથી સંગઠનપર્વની શરૂઆત કરવામાં આવેલ, આ તબ્બકે સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઇન સદસત્યતા નોંધણીની સુંદર, ડીજીટલી, તથા ઝડપી વ્યસ્થા કરવામાં આવેલ છે. આ તબ્બકે આઈ.ટી સેલના અશ્વિનભાઈ કોઠારી દ્વારા ઓનલાઇન સદસ્યતા નોંધણી ફોર્મ કઈ રીતે ભરવું તેનું પ્રેઝન્ટેશન આપવામાં આવેલ. સંગઠનપર્વના શહેર ઇન્ચાર્જ ખુમાનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપના તમામ સ્તરના કાર્યકર્તાઓ જોડાઈ, રાષ્ટ્રવાદ અને સબ કે સાથ, સબકા વિશ્વાશ સાથે શુભેચ્છકો, સમર્થકો, મિત્રો, શૈક્ષણિક સંસ્થાના વિધાર્થીઓ, નાનામાં નાનો માણસ આ મારી પાર્ટી છે તેનો હું કાર્યકર્તા છું. હું તેનો સભ્ય છું તેવા ધ્યેય સાથે ભા.જ.પ. નો સદસ્ય બને સંગઠનપર્વના પ્રદેશ સહ ઇન્ચાર્જ રજનીભાઇ પટેલ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સદસ્યતા અભિયાનના કાર્યક્રમોંમાં આવવાના છે, જેમાં છઠ્ઠી જુલાઈ ના શહેર સ્તરે સદસત્યતા અભિયાનનો આ લોન્ચિંગના કાર્યક્રમ થાય, અને એક સાથે તમામ વોર્ડમાં પણ ભવ્ય રીતે સદસત્યતા અભિયાનનો લોન્ચીંગ કાર્યક્રમ થાય જેમાં સૌ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં સભ્યો બનાવે તેવા કાર્યક્રમનું આયોજન કરવું. સદસ્યતા અભિયાનના આ લોન્ચિંગ કાય્રર્ક્રમમાં પ્રદેશ માંથી નેતા ઉપસ્થિત રહેશે. સાથો સાથ આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ ઇન્ચાર્જ અમીબેન પારેખ દારા કાર્યકર્તાઓને આ સદસ્યતા અભ્યાનમાં જોડાઈ વધુ માં વધુ સદસ્યો બને પાર્ટીનું સ્તર વધુ મજબૂત બને તે બાબતે જણાવવામાં આવેલ.

પૂર્વમંત્રી શ્રી વસુબેન ત્રિવેદીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે, આ પાર્ટી ને ઉભી કરવામાં પાર્ટીના છેવાડાના માનવી સુધી તમામ જહેમત ઉઠાવી રહ્યા હોય છે, ત્યારે આ પક્ષ એક વટવૃક્ષ બન્યું છે. તેને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આ સદસ્યતા અભિયાનમાં સહકાર આપી, દેશ ની સેવા કરવાનો ધેય રાખી દેશને મજબૂત બનાવ્યે.

આ બેઠકમાં શહેરના મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, ડો વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બામણીયા, મેયર  હસમુખભાઈ જેઠવા, સંગઠન પર્વના શહેર ઇન્ચાર્જ ખુમાનસિંહ સરવૈયા તથા સહ ઇન્ચાર્જ ક્રિષ્નાબેન સોઢા (કોર્પોરેટર) સહ ઇન્ચાર્જ મનીષભાઈ વોરા, પૂર્વ પ્રમુખશ્રી મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, પૂર્વ મેયર અવિનાશભાઈ ભટ્ટ, જયશ્રીબેન જાની, સનતભાઇ મહેતા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોશી, દંડક જડીબેન સરવૈયા, શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરી, વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ,વોર્ડમાં નવા નિયુકત કરેલ સંગઠન પર્વના ઇન્ચાર્જ શ્રી અને સહ ઇન્ચાર્જ આઈ.ટી.સેલ ના સભ્યો, શહેર આઈ.ટી સેલ પ્રભારીઓ તથા મીડિયા વિભાગના હોદેદારો, શિક્ષણ સમિતિના અધ્યક્ષ, વસંતભાઈ ગોરી, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ, પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સંચાલન શહેરના ઉપાધ્યક્ષ  નારણભાઇ મકવાણાએ કર્યું હતું. એક અખબારી યાદીમાં ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર એ જણાવેલ છે.

(1:09 pm IST)