Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જામનગરના શખ્સે મુંબઇથી ટ્રાન્સપોર્ટમાં મંગાવેલ બિયરનો જથ્થો માંગરોળમાંથી પકડાયો

ભકકડ નામના શખ્સની શોધખોળ

 જુનાગઢ તા. ૩: માંગરોળનાં એએસઆઇ એન. આર. વાઢેર ટાઉનમાં પેટ્રોલીંગ પર નીકળ્યા હતા. આ દરમ્યાન તેઓને ટ્રાન્સપોર્ટમાં બિયરનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની બાતમી મળતા એએસઆઇ વાઢેર તકદીર ટ્રાન્સપોર્ટ ખાતે દોડી ગયા હતા. તપાસમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પડેલા ૧૦ જેટલા પાસૃલ્ શંકાસ્પદ જણાતા તેમાંથી કિંગ ફિશર કંપનીનાં ૪૮૦ બિયર ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂ. ૪૮ હજારની કિંમતનો બિયરનો જથ્થો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં બિયરનાં પાર્સલ જામનગરનાં દિગ્વિજય પ્લોટમાં રહેતો ભકકડ હિરેન શંકર નામનાં શખ્સે મુંબઇ ખાતેથી ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યા હતા.

પરંતુ પાર્સલની ડીલવરી લેવા આવેલ શખ્સ પોલીસને જોઇને નાસી ગયો હતો પોલીસે ભકકડ નામનાં ઇસમની શોધખોળ હાથ ધરી છે.

(11:51 am IST)