Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

રાજકોટ-અમરેલી જિલ્લામાં શાળા, આરોગ્ય તપાસણીઃ પ૩૩ર૬ બાળકો રોગગ્રસ્ત

ગાંધીનગર તા. ૩ : અમરેલી અને રાજકોટ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાં કુલ ર૩,૪પ૯ અને અમરેલી જિલ્લામાં કુલ ર૯,૮૬૭ આરોગ્ય તપાસ કાર્યક્રમ કરતા કુલ પ૩,૩ર૬ બાળકો રોગગ્રસ્ત જણાયા છે.

આ તપાસણી દરમ્યાન આ બાળકોમાં મુખ્યત્વે પાંડુરોગ, ઓગકૃતિ, દાંત, નાક, કાન, ગળા અને પેટની તકલીફો તેમજ ચામડીના રોગો જોવા મળ્યા છે. આ રોગની સારવાર માટે સરકાર દ્વારા પ્રાથમીક સારવાર સ્થળ પર સેવા બાળકોની સામુહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ ખાતે સારવાર જેવા પગલા ભરવામાં આવેલ છે.

ઉપરાંત ગંભીર બીમારીવાળા બાળકો પૈકી હૃદયની બિમારીવાળા બાળકોને યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટમાં સારવાર આપવામાં આવેલ છે તેમજ કેન્સર અને કીડનની સારવાર પણ આ હોસ્પીટલમાં આપવામાં આવેલ છે.

(11:50 am IST)