Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મોરબીના મચ્છુ ૪ ચેકડેમ યોજના ઝડપથી પૂર્ણ કરવા બ્રિજેશભાઈ મેરજાની માંગણી

મોરબી, તા. ૩ : મોરબી - માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મચ્છુ ૪ ચેકડેમ યોજનાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે કામ અટકી જવાથી રાસંગપર, નવાગામ, ધરમનગર સહિતના ગામો સિંચાઈથી વંચિત છે ત્યારે ખેડૂતોના હિતમાં તેમને માંગ કરી છે.

મચ્છુ ૪ ચેકડેમ યોજનાની મંજુરી માટે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મચ્છુ ૩ સિંચાઈ યોજનાની ભૂમીગત પાઈપ કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવા સિંચાઈ વિભાગે સંમતિ આપી છે મોટી બરાર, નવાગામ, રાસંગપર ગામના આગેવાનોની રજૂઆત ગાહ્ય રાખવામાં આવી છે ઉપરાંત મોરબી તાલુકાના વાઘપર અને ગાળા ગામ વચ્ચે આવેલ વોકળા પર નવો ચેકડેમ બનાવવાની માંગ કરવામાં આવી છે જેની ડીઝાઇન પૂર્ણ કરી વહીવટી મંજુરીનું કામ હાલ ચાલતું હોવાનું જણાવ્યું છે આ કાર્યો પૂર્ણ થતા સ્થાનિક ખેડૂતોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવશે તેમ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએં જણાવ્યું છે.

(11:50 am IST)