Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મોરબીના સિરામીક એકસપોર્ટના પ્રશ્નોને વાચા આપવા વિનોદભાઇ ચાવડા દ્વારા કેન્દ્રના ઇન્ડસ્ટ્રી મીનીસ્ટરને રજૂઆત

મોરબી તા.૩ : કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તાજેતરમાં ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મીનીસ્ટર પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી અને મોરબીના સિરામીક ઉદ્યોગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ માટેની રજૂઆત કરી હતી જે પ્રસંગે ઇન્ડીયન સિરામીક એકસપોર્ટ એશો. ડેલીગેશન પણ તેમની સાથે જોડાયુ હતુ.

ઇન્ડિયન સિરામીક એકસપોર્ટ એશો. દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગલ્ફ કોર્પોરેશન કાઉન્સીલ વિસ્તારમાં સિરામીક અને પોરસ્લીન ટાઇલ્સ ભારતમાંથી ખાસ કરીને મોરબીમાંથી યુએઇ, બહેરીન સાઉદી અરેબીયા, ઓમાન, કુવેત અને ગલ્ફના દેશોમાં એકસપોર્ટ થાય છે. જેમાં હાલ થયેલ સર્વે મુજબ જીસીસી કમીટી દ્વારા એકસપોર્ટ કરતા મેન્યુફેકચરોના એબીસી મુજબ ગ્રેડ પડાશે જે મુજબ મોટા ઉદ્યોગકારો ડયુટીમાં ફાયદો થશે જયારે નાના ઉદ્યોગકારોને એકસ્પોર્ટરોને વધુ ડયુટી ભરવી પડશે જેથી નાના ઉદ્યોગકારોને પોતાની ફેકટરીઓ બંધ કરવા જેવી પરિસ્થિતિ ઉભી થશે.

જે પ્રશ્ન અંગે સરકાર પાસે રજૂઆત કરાઇ હતી. નાના અને મોટા ઉદ્યોગકારો બધાને જ સરખા ગણી નિયમ પાલન થાય નાના ઉદ્યોગકારોને ઘણી બધી તકલીયો છે. જેમાં આ નિયમથી  એક વધારો થશે માટે સરકાર વિચારણા કરી આ બાબતમાં સહકાર આપી નાના એકસ્પોર્ટરો અને ઇન્ડસ્ટ્રીઝને જીવનદાન બક્ષે તેવી રજૂઆત કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પિયુષ ગોયલની રૂબરૂ મુલાકાત લઇને કરવામાં આવી હતી.

(11:41 am IST)