Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજની ઉજવણી : રથયાત્રા

પરબધામમાં મેળાનો પ્રારંભઃ ગામે-ગામ શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન

રાજકોટ તા.૩ : કાલે ગુરૂવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને ગામેગામ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

ભાવનગર, પરબધામ સહિત અનેક સ્થળોએ અષાઢી બીજ નિમિતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

ગોંડલ

ગોંડલ : જયશ્રી ખીજડા મામાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મહંતશ્રી ચંદુબાપુ દેશાણી તેમજ લઘુમહંત શ્રી મયુર બાપુ દેશાણી ભોજરાજપરા ૩૧ વોરાકોટડા રોડ ખાતે દર વર્ષની જેમ પરંપરાગત આ વર્ષ પણ તા. ૪ ને ગુરૂવારના રોજ સવારે શ્રી ગણપતિનું પૂજન સવારે ૭ કલાકે શ્રી ખીજડા પુજન સવારે ૯ કલાકે ખીજડાવાળા મામાદેવને સાફો ચડાવવાનુ મુહુર્ત સવારે ૯ કલાકે (બાવન ગજની) ધજા આરોહણ ૯-૩૦ કલાકે તેમજ નવચંડીયજ્ઞ બીડુ હોમવાનો સમય સાંજે ૩-૩૦ કલાકે ભજન સંધ્યા સાંજે ૪-૩૦ થી રાત્રીના ૧૦-૩૦ સુધી પ્રસાદી સવારે ૧૦ થી રાત્રે ૧૦ તેમજ બટુકભોજન તથા શ્રીમામાદેવની આરતી સાંજે ૭ કલાકે રાખેલ છે. તો દર્શનનો લાભ લેવા ભકતજનોને હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. શ્રી ચંદુબાપુ તેમજ લઘુમહંત શ્રી મયુરબાપુની યાદીમાં જણાવેલ છે.(૪૫.૧૦)

ભાવનગર

ભાવનગર : ગુરૂવારના રોજ રથયાત્રા નિકળનાર છે. તે દરમિયાન ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિ અને કોમીએકતા, ભાઇચારા અને એખલાસના માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તેવા હેતુથી આજરોજ તા.૧ ને સોમવારે બપોરે ૧ કલાકે ભાવનગર એસ.પી.કચેરી હોલ ખાતે ભાવનગર શહેરના સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો અને ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, સીટી ડીવાયએસપી મનીષ ઠાકર, ભાવનગર શહેરના તમામ ડીવીઝનના પોલીસ અધિકારી, સબંધીત વિભાગના અધિકારીઓ તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુસ્લીમ સમાજ દ્વારા જૂદા જૂદા સુચનો કરવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ મુસ્લીમ સમાજ દ્વારા રથયાત્રા દરમિયાન તમામ બાબતે સાથ અને સહકાર આપવાની તંત્રને ખાત્રી આપવામાં આવી હતી.

આ બેઠકમાં ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ, ઇકબાલભાઇ આરબ, કાળુભાઇ બેલીમ, શબ્બીર ખલાણી, સીરાજ નાથાણી, મુસ્તુફા ખોખર, સલીમ શેખ, આરીફ કાલ્વા, હુસેનમીયાબાપુ, નાહીન કાઝી, સાજીદ કાઝી, ઇમરાન શેખ (બોસ), રજાક કુરેશી, મજીદભાઇ સોલંકી (સાણોદર), સલીમભાઇ વરતેજી, મુન્નાભાઇ વરતેજી, હનીફભાઇ મેટલ (મોટાભાઇ), શબ્બીર આસરીયા, તાહીરભાઇ બતીવાલા, રીઝવાન ખેતાણી, સહિતના સમસ્ત મુસ્લીમ સમાજના આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જામકંડોરણા

જામકંડોરણા : કાલે ગુરૂવારે સનાતન ધર્મયુવક મંડળ દ્વારા અષાઢીબીજની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રાનું પ્રસ્થાન કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે થશે.

રથયાત્રામાં મુખ્ય રથમાં ભગવાનશ્રી રામદેવજી તથા સનાતનધર્મના ગુરૂ રમેશચંદ્ર દાણીધારીયા તથા પ્રવિણચંદ્ર દાણીધારીયા બિરાજશે. આ રથયાત્રા બપોરના ૩ કલાકે શ્રી રામજીમંદિરથી શરૂ થઇ પટેલ ચોક, ડંકી ચોક, ભાદરનાકા, કાલાવડ રોડ, બસ સ્ટેશન થઇ પટેલ ચોકમાં પુર્ણ થશે.

આ રથયાત્રામાં રાજકીય સામાજીક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાશે. તેમજ રાત્રે પાટોત્સવ તથા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

ધ્રોલના લતીપુર ચામુંડા મંદિરે અષાઢી બીજે ધ્વજારોહણ તથા ભજન

રાજકોટ, તા. ૩ : ધ્રોલ તાલુકાના લતીપુર ગામે બીરાજમાન કુળદેવી માં ચામુંડાના મંદિરે કાલે અષાઢી બીજે દેવાતકા બારોટ પરિવાર દ્વારા માતાજીનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે.

દેવાતકા બારોટ સમાજના સંત શિરોમણી પૂ. શાન્તીદાસ બાપુ તેમજ ભજન સમ્રાટ જગમાલભાઇ બારોટ તેમજ હાસ્ય કલાકાર ગુલાબદાન બારોટ, અનિલભાઇ બારોટ-જામનગર, ભાનુભાઇ બારોટ-અમદાવાદ, જગદીશભાઇ બારોટ-રાજકોટ, સંજયભાઇ બારોટ-અમદાવાદ તેમજ કચ્છ સમસ્ત બારોટ સમાજના અગ્રણી રાજભા બારોટ સહિત ઓલ ગુજરાતના દેવાતકા બારોટ પરિવાર ઉપસ્થિતિમાં માતાજી ચામુંડા માતાજીના ધ્વજારોહણ સાથે મહાપ્રસાદનું આયોજન કરેલ છે ઓલ ગુજરાતના દેવાતકા બારોટ સમાજના મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

(11:40 am IST)