Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ધારી તાલુકા ભાજપ સંગઠન પર્વની બેઠક

ધારી : તાલુકા ભાજપ સંગઠન પર્વની બેઠક ખેતલીયા દાદાના મંદિર હોલમાં મળી હતી. આ બેઠકમાં જીલ્લા ભાજપ સંગઠન ઇન્ચાર્જ વી.વી.વઘાસીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અંગેની માહિતી સાથે માર્ગદર્શન આપેલ. ઉપસ્થિત આગેવાનો અને અપેક્ષીત કાર્યકર્તાઓને તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીએ આવકારેલ. યાર્ડના ચેરમેન મનસુખભાઇ ભુવા, જીલ્લા ભાજપ મંત્રી હિતેશભાઇ જોશી, મધુબેન જોશી, તાલુકા ભાજપ મહામંત્રી મૃગેશભાઇ કોટડીયા, સંગઠન પર્વના ઇન્ચાર્જ અશ્વિનભાઇ કુંજડીયા, સહઇન્ચાર્જ વિપુલભાઇ બુહા, સરોજબેન દેવમુરારી, જી.પં.ના સદસ્ય ભુપતભાઇ વાળા, તા.ભાજપના પુર્વ પ્રમુખ નરેશભાઇ ભુવા, અગ્રણી ખોડાભાઇ ભુવા, સુરેશભાઇ ગમારા, ઉપેન્દ્રભાઇ વાળા, મુકેશભાઇ રૂપારેલીયા, ગોબરભાઇ નકુમ, રાકેશભાઇ ડાવરા, કમળાબેન ભુવા, હિનાબેન રાવળ, ગોવિંદભાઇ પરમાર, ભીખુભાઇ રાઠોડ, ભરતભાઇ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક મળી તે તસ્વીર.

(11:37 am IST)