Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ખારચીયામાં મચ્છર-માખી ભગાડવાની દવા છાંટતી વખતે ઝેરી અસરઃ સગર્ભાનું મોત

૨૧ વર્ષની કોળી પરિણિતા નીતા મજેઠીયાાએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩: જુનાગઢના ભેંસાણના ખારચીયા ગામે રહેતી કોળી સગર્ભાનું મચ્છર-માખીની દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં મોત નિપજ્યું છે.

ખારચીયા રહેતી નીતા વિપુલ મજેઠીયા (ઉ.૨૧) ૧૭/૬ના રોજ સાંજે છએક વાગ્યે ઘરમાં મચ્છર-માખી ભગાવડવાની દવા છાંટતી હતી ત્યારે દવા ઢોળાતા અને શ્વાસમાં ચડી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત મોડી રાત્રે તેણીનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલાએ ભેંસાણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નીતાના માવતર પાનેલી રહે છે. પિતાનું નામ હરસુખભાઇ છે. તેણીના લગ્ન એક વર્ષ પહેલા થયા હતાં અને હાલમાં તે સગર્ભા હતી. પતિ વિપુલ રમેશભાઇ મજેઠીયા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:36 am IST)