Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

લોધીકા પોસ્ટ ઓફીસમાં અપુરતા સ્ટાફથી ગ્રાહકોને હાડમારી : સ્ટાફ ફાળવવા માંગણી

લોધીકા તા.૩ : અનેક રજૂઆતો કરવા છતા લોધીકાની પોસ્ટ ઓફીસમાં સ્ટાફ પુરતો ફાળવવામાં નહી આવતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે.

આ અંગે થયેલ રજૂઆત મુજબ લોધીકા પોસ્ટ ઓફીસમાં શહેર તથા આજુબાજુના ગામોના ગ્રાહકોના ખાતા હોવાથી તેમ અન્ય કામો સબબ લોકો કામ સબબ આવે છે. દૂરથી આવતા લોકોને પોસ્ટ ઓફીસમાં અપુરતા સ્ટાફના પરિણામે ભારે હાલાકી ભોગવવી પડે છે. વિવિધ કામો એકમાત્ર પોસ્ટ માસ્ટર દ્વારા થતુ હોય લાંબી લાઇન લાગે છે. ઘણી વખત સમય પુરો થઇ જતા દૂરથી આવતા લોકોને ધરમ ધકકો થાય છે. આમ એકમાત્ર પોસ્ટ માસ્ટરથી કામ થતુ હોય કામમાં વિલંબ થાય છે. અત્રેની પોસ્ટઓફીસમાં લોકો પોતાના ખાતામાં લેવડ દેવડ મનીઓર્ડર, સ્ટેમ્પ પેપર, બચત ખાતાના કામો, રજી.એ.ડી ગેસબીલ, ટેલીફોન બીલ, સહિત અનેક કામસર આવે છે. ત્યારે પુરતા સ્ટાફના અભાવે લોકોના કામોમાં વિલંબ થાય છે. ત્યારે પુરતો સ્ટાફ ફાળવવા લોકોની રજૂઆત તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી. મહેકમ મુજબ સ્ટાફના અભાવે કામમાં વિલંબ થાય છે. દૂર દૂરથી આવતા લોકોના કામો સમયસર થતા નથી. આ અંગે ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, પૂર્વ તા.પં. પ્રમુખ વિનુભાઇ ઘેટીયા, મહેશભાઇ સોરઠીયા (ચાંદલી), સબળસિંહ જાડેજા (પીપરડી), દિલીપભાઇ ઘીયાળ (કોઠાપીપળીયા) વગેરેએ રજૂઆત કરેલ છે.

(11:35 am IST)