Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મેંદરડા-માળીયા રોડ વહેલી તકે રીપેર કરવા માંગણી

મેંદરડા તા.૩ : સામાકાંઠા વિસ્તારમાંથી પસાર થતો માળીયા કેશોદ જતો રસ્તો તદન બિસ્માર હાલતમાં હોય આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતા વહીવટીતંત્ર દાદ ન આપતુ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

મેંદરડા પંચાયત ગાર્ડનથી પાવરહાઉસ સુધીના રસ્તામાં ગાબડાઓ પડી ગયા છે. ચોમાસાના વરસાદના પાણીને લઇને આ ગાબડાઓમાં પાણી ભરાઇ રહે છે જેથી આ રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આ અંગે અવારનવાર રાજકીય આગેવાનો તથા અખબારો દ્વારા રજૂઆતો કરાઇ છે પણ પરિણામ આવતુ નથી.

વહીવટીતંત્ર આ રસ્તો મંજુર થઇ ગયેલ છે ટુંક સમયમાં જ કામગીરી શરૂ થશે તેવુ કહે છે પણ ગત ચોમાસાથી લઇને અત્યાર સુધીના ગાળામાં આ રસ્તા ઉપર કોઇ કામગીરી કરાઇ નથી. પ્રતિદિન એક વાહન ચાલક પડીને ઇજાગ્રસ્ત થાય છે. ચોમાસાના પાણીને લઇને આ ખાડામાં કાકરી નાખી પુરી દેવાય છે. તેવી માંગણી ૈઉઠવા પામી છે.

(11:34 am IST)