Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

દામનગરમાં ભુરખિયા સરોવર ઉંડુ ઉતાર્યા બાદ નવા નીર આવતા હરખની હેલી

દામનગર તા ૩ :  દામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસેલા વ્યાપક વરસાદથી દામનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળની સામે ભુરખીયા સરોવર નંબર ૧ અને નંબર ૨ માં ગત ઉનાળામાં ભુરખિયા જળ સમિતી અને દાત્તાશ્રીઓના સહયોગ અને સામુહિક પ્રયત્નોથી નંબર ૧ અને ૮ ફૂટ ઊંડુ અને નંબર ર ને ૧૦ ફૂટ ઊંડું ઉતારી પાત્રીશ હજાર ટ્રેકટર માટી કાપ કાઢી ને જળ સંગ્રહ થાય તેવા હેતુથી બે દિવસ પહેલા  પડેલા વરસાદથી આ બંને સરોવરમાં પાંચ ફુટ નવા નીર આવતા પાણીનાં સ્તર ઉંચા આવશે તેવું જોવા મળી રહયું છે.

આ  બંને સરોવરને પ ફૂટ ઉંડા ઉતારવાના ભગીરથ પ્રયાસમાં પંચાવન (૫૫) જેટલા સ્વયં સેવકો અને દાતાઓ દ્વારા ટ્રેકટરો અને જેસીબીની મદદથી સેવા આપી હતી. તેમજ ભુરખીયા સરોવર નંબર-૧ ની દિવાલ તળિયેથી ૨ ફૂટ સુધી નવો બંધારો વધારેલ, તેમાં પાણીનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ થશે.

દામનગર શહેરમાં આવેલ કુંભનાથ તળાવમાં પાણીનો સંગ્રહ થાય તે માટે દામનગરના ઐતિહાસીક સાન સમા ૧૧૫ વર્ષ પહેલા સયાજી રાવ ગાયકવાડ સરકારે કુંભનાથનું તળાવ દુષ્કાળ સમયે બનાવેલ, તેમાં ઇગોરલા થી હાવતડ થઇ ૬ કિ.મી. સર્ચ કરી ખોદીને પાઇપલાઇન ગોઠવી ભુરખીયા સરોવર ટ્રસ્ટ સમિતીએ પાણી લાવવા માટે અથાગ પ્રયાસો કરેલ ત્યારે બે દિવસ પહેલા પડેલ અવિરત વરસાદથી આ નહેરોમાંથી પાણી કુંભનાથ તળાવ સુધી પહોંચાડવામાં આવેલ હતું.

વરસાદથી  કુંભનાથ મહાદેવ મંદિરના તળાવ  આશરે ચાર (૪) ફૂટ નવા નીર પાણીની આવક ભરાતા નવા નીરના વધામણા જય ભુરખીયા સરોવર ટ્રસ્ટના સભ્યોશ્રીઓ દામનગર તેમજ સુરતના શ્રી ધીરૂભાઇ પી નારોલા, સંજયભાઇ કે જાડા, ભગવાનભાઇ એન. નારોલા, ધીરૂભાઇ જાડા, જયસુખભાઇ બુધેલીયા, ધરમશીભાઇ જી. નારોલા, હરેશભાઇ એલ. નારોલા, સંદીપભાઇ મહેતા, ખીમજીભાઇ આર. નારોલા, ભોલાભાઇ બી. નારોલા, કાંતિભાઇ એન. નારોલા, ઓઘડભાઇ ચભાડ, રજનીભાઇ ધોળકિયા, જેન્તીભાઇ બી. નારોલા, ઈશ્વરભાઇ બી. નારોલા, આર.કે. નારોલા, મનસુખભાઇ એલ. બોખા, અશોકભાઇ બાલધા, ભુપતભાઇ બી. નારોલા તેમજ દામનગર શહેરના પત્રકાર વિમલભાઇ ઠાકર, અતુલ શૂકલ હાજર રહેલ હતા.

(11:33 am IST)