Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

તળાજાના દેવલીના શિક્ષકે OLX પર બાઇક વેચવા મુકયુને ગઠિયો ૫૦,૦૦૦નો ધુમ્બો મારી ગયો

ડિઝટીલ. ટ્રાન્જેકશન માટે એસ એમ એસ મોકલું છું ઓકે આપી દેજો,બે મેસેજ આવ્યા બન્નેમાં ઓકે આપ્યૂને રૂપિયા જમાને બદલે ઉપડી ગયા

તળાજા, તા.૨: તળાજાના દેવલી ગામના શિક્ષકઙ્ગ એ પોતાનું બાઇક ઓ એલ એકસ પર ઈન્ટરનેટ ના માધ્યમથી વેચવા મુકેલ હતું. આથી એ શિક્ષક પર હિંદી ભાષી વ્યકિતનો ફોન આવેલ ને રૂપિયા પચાસ હજાર માં બાઇક ખરદીવા માટે ત્યાર હોવાની વાત કરી હતી. સાથે ડીઝીટલ પેમેન્ટ કરું છું. આપ ના ખાતા માં રૂપિયા ને મેસજ આવે એટકે ઓકે રીપ્લાયઙ્ગ આપવા જણાવેલ. એ મુજબ જ શિક્ષકે કરતા રૂપિયા જમા થવા ના બદલેઙ્ગ બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા. આ બનાવને લઈ શિક્ષકે તળાજા પોલીસ મથકમાંઙ્ગ ડીઝીટલ ટ્રાન્જેકશ દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

બેંકો દ્વવારા વારંવાર ડીઝીટલ પેમેન્ટ ટ્રાન્ઝેકશન ને લઈ ચેતવણી સ્વરૂપ જાહેરાત કરવામાં આવે છે. પહેલા એટીએમ ના નંબર મેળવી છેતર પિંડી આચરવામાં આવતી હતી. પણ હવે ભેજાબાજો નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. જેમાં તળાજા ના દેવલી ગામના શિક્ષક ભોગ બન્યા છે.પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ રમેશભાઈ જીવરાજભાઈ ધાધલિયા ઉવ ૩૬. એ પોતાનું બાઇક ઓનલાઈન વેચવા માટે ઓ એલ એકસ પર મૂકેલ હતું. જેને લઈ ગતતા. ૭/૫ ના રોજ સાંજ ના સમયે ફોન આવેલ હતો.

હિન્દીભાષી ઇસમે ફોન પે એપ.દ્વારા રૂપિયા ડીઝીટલ ટ્રાન્જેકશન સિસ્ટમ થી કરું છું. તેમ ખાતા નંબર સહિતની વિગતો મેળવી મેસેજ આવે એટલે ઓકે નું બટન દબાવવા શિક્ષક ને જણાવેલ. જેમાં એક વખત વિસહજાર ને બીજી વખત ત્રીસ હજાર ૂરપિયા નો મેસેજ પડેલ. બન્ને વખતે શિક્ષકે ઓકે કરતા બેંક માંથી મેસેજ પડેલ.જેમાં પચાસ હજાર રૂપિયા જમા થવાના બદલે ઉધારવામાં આવેલ હોવાનંુ જાણવા મળેલ.

આ બાબતે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૪૦૬,૪૨૦, આઈ ટી એકટ કલમ ૬૬ડી મુજબ આવેલા મોબાઈલ નંબર ના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

તળાજા નાગરિક બેંક મેનેજર નીતિનભાઈ ઉપાધ્યાયઙ્ગ એ ડીઝીટલ ટ્રાન્જેકશન માં થતી છેતરપીંડી ને લઈ જણાવ્યું હતુંકે જે મેસેજ આવેછે તે ઈંગ્લીશ માં આવેછે. અહીં મોટા ભાગના લોકોને અંગ્રેજી નું પૂરતું જ્ઞાન નથી. આથી જે મેસેજ આવવો જોઈએ તે પ્રાદેશિક ભાષામાં આવે તોજ અર્થ ખબર પડી શકે . બીજુંઙ્ગ ડીઝીટલ ટ્રાન્જેકશન ને લઈ અહીં એટલું જ્ઞાન હજુ છેજ નહિ. અધૂરું જ્ઞાન હોય તેમણે કયારેય ઓન લાઇન બેકિંગ વ્યવહાર કરવો નહીં.

(11:32 am IST)