Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

શ્રી સોમનાથ મંદિરે માસિક શિવરાત્રિની ભાવપૂર્ણ ઉજવણી

પ્રભાસ પાટણઃ પ્રથમ આદિ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ જેમનું ચરણ પ્રક્ષાલન રત્નાકર સમુદ્ર કરી રહેલ છે જયા આજે માસિક શિવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. શ્રીસોમનાથ મહાદેવનું દિપ પુજન પુજાચાર્ય ધનંજયભાઇ દવે તેમજ ટ્રસ્ટનાં અધિકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલ જેમાં યાત્રીકો જોડાયા હતા.  બ્રાહ્મણો દ્વારા વિશેષ દ્રવ્યોથી મહાપુજા કરવામાં આવેલ રાત્રે મહાઆરતી યોજાયેલ જેમાં ભકતો શિવભકિતમાં લીન થયા હતા.  મહાઆરતીમાં નિતિનભાઇ ભારધ્વાજ રાજકોટ, રાઘવજીભાઇ મકવાણા, ગૌરાંગભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇશેઠ (ગૌતમસ્વીર) જીતેન્દ્રભાઇ પંડયા, તેમજ મહુવા ભાવનગરથી મહાનુભવોજોડાયા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)

(11:31 am IST)