Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મોરબી ઇન્ડિયન લાયોનેસને બીજા વર્ષે બેસ્ટ કલબનો એવોર્ડ

મોરબીઃ તા.૩, વિવિધ સેવાકીય પ્રવૃત્ત્ઓ માટે   ઇન્ડિયન લાયોનેસ કલબને સતત બીજા વર્ષે એટલે કે ૨૦૧૮-૧૯નો શ્રેષ્ઠતા કલબનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

 ગાંધીનગર ખાતે ઇન્ડિયન લાયન્સ કલબનો સિલ્વર જયુબિલી મહોત્સવ તથા ૨૦ મી નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રસંગે આશાબેન પંડ્યાની નેશનલ ચેરમેન તરીકે શપથ વિધિ કરવામાં આવી હતી. ઉપરાંત મોરબી શહેરના ઇન્ડીયન લાયોનેસ ફાઉંડર પ્રેસિડેન્ટ શોભનાબા ઝાલા તથા ઈન્ડિયન લાયોનેસના જયશ્રીબેન વોરા તથા ઇન્ડીયન લાયન્સના પ્રફુલભાઈ રાજપુતનુ રાજકોટમાં વેસ્ટ સેકટરમાં કો-ઓર્ડીનેટર તરીકે વરણી કરવામાં આવી હતી.

  આ પ્રસંગે હર્ષની લાગણી વ્યકત કરતા કલબના પ્રેસિડેન્ટ પ્રીતિ બેન દેસાઈ તથા સેક્રેટરી મયુરી કોટેચા સહિતની ટીમ ગર્વની લાગણી અનુભવી હતી તેમજ સમગ્ર ટીમને લાયોનેસ અને લાયન્સ કલબના તમામ સભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી.

 ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા પુસ્તક સહાય અને ઇનામ

શ્રી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ જગદીશચંદ્ર ભટ્ટ અને મહામંત્રી હિમાંશુ વ્યાસની યાદી જણાવે છે કે પુસ્તક સહાય અને ઇનામ વિતરણ ફોર્મ દર સોમવારે અને ગુરુવારે સાંજે ૫ થી ૬ કલાક દરમિયાન આપવામાં આવે છે ઇનામ વિતરણમાં ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧  છે. યાદીમાં જણાવ્યું છે.

(11:29 am IST)