Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મોરબીના રવાપરમાં પાણી પ્રશ્ને મહિલાખો રણચંડી બની

મોરબીઃ તા.૩, રવાપર ગામમાં પીવાના પાણીની સમસ્યાથી ગામના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને રવાપર ગ્રામ પંચાયત કચેરીએ મહિલાઓના હલ્લાબોલના દ્રશ્યો સામાન્ય બની ગયા છે જેમાં આજે ફરીથી પાણીના પ્રશ્ને મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીને દ્યેરાવ કર્યો હતો અને પાણી આપોના પોકાર સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો

 રવાપર ગામમાં આવેલ નીતિનપાર્ક સોસાયટીમાં ૦૩ એપાર્ટમેન્ટમાં ૫૬ થી ૬૦ ફ્લેટ ઉપરાંત ૩૫ થી વધુ મકાનો આવેલા છે જોકે આ સોસાયટીમાં પાણી આવતું ના હોય જેની અગાઉ કરેલી રજૂઆત છતાં પાણીનો પ્રશ્ન ના ઉકેલાતા આજે સોસયટીની મહિલાઓનું ટોળું ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યું હતું અને હલ્લાબોલ કર્યો હતો સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આગળ ભૂતિયા કનેકશનોને કારણે સોસાયટીને પાણી મળતું નથી અને પાણીચોરી કરવામાં આવતી હોય છે જે મામલે સરપંચને રજૂઆત કરવામાં આવી હતી અને સરપંચ દ્વારા ખોદકામ શરુ કરાવી લાઈનનું કામ શરુ કરાવી ૪ થી ૫ દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપવામાં આવી છે જોકે પાણીનો પ્રશ્ન નહિ ઉકેલાય તો આગામી દિવસોમાં હજુ આંદોલન કરવામાં આવશે તેમ પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

(11:29 am IST)