Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

તળાજા વનવિભાગે મોરના શિકારીઓનો પીછો કરતા વાહનો મૂકી ફરાર

ત્રાપજ નજીક ફોરેસ્ટ કર્મીઓ અને શિકારીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા

તળાજા, તા.૩:તળાજા ફોરેસ્ટ અધિકારી ને મોરના શિકાર અને શિકારીઓ બાબતે મળેલી બાતમી ના પગલે મોડી રાત્રે ત્રાપજ નજીક હાઇવે પર વોચ ગોઠવેલ હતી. જેમાં મોરના શિકારીઓ વાહન સહિત શિકાર ની વસ્તુ ઓ મૂકી ફરાર થઈ ગયા હતા.

પોલીસ અને આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો ના અહેવાલો તો પ્રકાશિત થતા રહે છે પણ આજે રાત્રીના સમયે તળાજા ના ત્રાપજ બંગલા પાસે ફોરેસ્ટ અને મોર ના શિકારીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.આ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ ટલાજક ફોરેસ્ટ ઓફિસર મકવાણા એ મોર ના શિકારીઓ અંગે મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં શિકારીઓ બે વાહનો મોરનો કરેલ શિકાર અને શિકારના સાધનો લઈને પસાર થતા હોય રોકી લેતા શિકારીઓ વાહનો સહિત ની વસ્તુઓ મૂકી ફરાર થઈ ગયેલ હતા.

રાત્રીના લગભગ અગિયાર વાગ્યે અંધારા નો લાભ લઇ ભાગી ગયેલા શિકારીઓને ઝબ્બે કરવા તળાજા આર એફઓ અને તેમની ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરી હોવાનંુ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.

(11:28 am IST)