Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સુપેડીમાં પર પ્રાંતિય ખેત મજૂરની પુત્રીનું અપહરણ

ધોરાજી, તા.૩: સુપેડીના જુના ટોલ નાકા પાસે રહેતા અને મજુરી કરવા આવેલા મજૂર ભવરશી ત્રણવીયાભાઇ મેડા મૂળ એમ.પી.જી.જાંબુવા તા.પેટલાદ ગામ વચલીફળીયાની ૧૫ વર્ષની સગીરાને આરોપી નાનાશીંગ તેરશીંગ વાખળા (રહે.માછલીયા ઘાટ તા.કાલીદેવી, જી.જામવા એમ.પી.વાળો) અપહરણ કરી લઇ જતા આ અંગે સગીરાના પિતાએ ધોરાજી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ પોસ્કો એકટ કલમ ૧૯ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધેલ છે. પીઆઇ વી.એચ.જોશીએ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.

(11:28 am IST)