Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

માણાવદરમાં ટ્રક સાથે અકસ્માતઃ હોન્ડા ચાલકનું મૃત્યુ

માણાવદર તા. ૩ :.. જીઇબી ચોક પાસે હોન્ડા ચાલક તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હોન્ડા ચાલકનું મૃત્યુ થયા હોવાનું જાહેર કરેલ છે.

જેમાં હોન્ડા ચાલકનું પીએચસી માં રાજેશકુમાર ઠુમ્મર(ઉ.વ. આ. ૪૦) દર્શાવેલ છે. તેની પાસે વિઝીટીંગ કાર્ડ રાજકોટનું ખીચ્ચામાંથી મળેલછે. તથા ડ્રાઇવીંગ લાઇસન્સમાં સાતોદડ (તા. ધોરાજી)નું દર્શાવે છે. ટ્રક નં. જીજે-રપ-જી-૯૯ર૮ છે તે પોરબંદર તરફ જતો હતો ત્યારે ગમે તે રીતે હોન્ડા ચાલક જીજે-૩-ઇ.એસ.-૯૬૪૭ વચ્ચે અકસ્માત થયેલ તેમાં હોન્ડા ચાલક રાજેશભાઇ ઠુમ્મરનું મૃત્યુ થયુંછે. હોન્ડા ચાલક સાતોદડ ગામે રહે છે. કે રાજકોટ તેની તપાસ ચાલુ છે. શહેરમાં ત્થા હાઇવે ઉપર બેફામ હેવી ટ્રકો, ટુ વ્હીલ ચાલકોએ બેફામ વાહન હંકારે છે. થોડા દિવસ પહેલા જ જૂનાગઢ રોડ ઉપર અકસ્માતમાં ૧ નું મૃત્યુ થયું હતું.

(11:27 am IST)