Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

પરબધામના મેળા સંદર્ભે અભૂતપૂર્વ સુરક્ષાચક્ર

રેન્જવડા સુભાષ ત્રિવેદી-SP સૌરભસિંઘ અને DYSP પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ટીમના માર્ગદર્શનમાં લોખંડી બંદોબસ્તઃ જુનાગઢમાં પ્રવેશતા વાહનોનું ચેકીંગ-લુખ્ખાઓને ઓળખવા ક્રાંઇમ બ્રાંચ મેદાનેઃ હોટલ સહિતના શકમંદ સ્થળોની તલાસીઓ

જૂનાગઢ, તા.૩: જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ ધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાનાર હોઈ, જેમાં લાખો યાત્રાળુઓ સૌરાષ્ટ્ર ભરમાંથી આ મેળાનો લાભ લેવા આવે છે. ર્ંજૂનાગઢ રેન્જમાં આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા આ પ્રચલિત પરબ ધામના સુપ્રસિદ્ઘ ધાર્મિક મેળામાં આવતા શ્રદ્ઘાળુ મેળો માણી શકે તેમજ શાંતિથી દર્શન કરી શકે તે માટે ખાસ પ્રકારના બંદોબસ્તનું આયોજર્નં કરવામાં આવેલ છે.

આ પરબ ધામ અષાઢી બીજના મેળાની સુરક્ષા માટે ૦૧ ડીવાયએસપી, ૦૧ પોલીસ ઇન્સ., ૦૬ પોલીસ સબ ઇન્સ., ૨૦૦ પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક જવાનો, મહિલા પોલીસ મળી, કુલ આશરે ૪૦૦ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ખાસ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત ર્ંકુલ ૦૮ જેટલી રાવટીમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. હથિયારધારી માણસો પણ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર મેળા બંદોબસ્તમાં મેટલ ડિટેકટર રાખી, ખાસ ચેકીંર્ગં હાથ ધરવામાં આવેલ છે અને ર્ંઅમરેલી બગસરા, જેતપુર રાજકોટ તથા જૂનાગઢ તરફથી આવતા યાત્રાળુઓને સામાનનું ચેકીંગ કરવા માટે ખાસ વ્યવર્સ્થાં ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, પો.ઇન્સ. પી.એન.ગામેતી, ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા, એન.જી.પરમાર, ડી.કે.સિંગરખિયા, એસ.એસ.યાદવ, એમ.કે.ઓડેદરા,  સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ખાસ મેળા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આ મેળા બંદોબસ્તની વ્યવસ્થા બાબતે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા વિઝીટ કરી, બંદોબસ્તમાં રહેલ તમામ અધિકારીઓ તથા સ્ટાફને બંદોબસ્ત અંગે સૂચનાઓ પણ કરવામાં આવેલ હતી. આ મેળા બંદોબસ્તમાં વોકિટોકી સાથે માણસો રાખી, ખાસ વોચ રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેર વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ચેક પોર્સ્ટં ઉપર પોલીસના માણસો દ્વારા ખાસ ર્ંવાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવર્સ્થાં કરવામાં આવેલ છે.

ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે. વધુમાં જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમિયાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેર કાયદેસર પ્રવૃત્ત્િ। ડામવા માટે સતત નાઈટ દરમિયાન શિવરાત્રી સુધી જુદી જુદી ટિમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવર્સ્થાં કરવામાં આવેલ છે. વધુમાં, ર્ંખોવાયેલા અને ગુમ થયેલાં માણસો, બાળકો અને મહિલાઓ માટે ખાસ સ્કવોડ ની રચના કરવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પરબ ધામ અષાઢી બીજ મેળામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.(૨૩.૩)

 

(9:59 am IST)