Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જૂનાગઢ મનપા ચૂંટણી જંગમાં કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઇને મેયરનો ચહેરો બનાવે તેવી શકયતા

 

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી રાજ્યમાં જૂનાગઢ મહાનારપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે  આગામી  તા. 21 જુલાઈએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી નું મતદાન થશે ,    કોંગ્રેસ નેતાગીરીએ જૂનાગઢ પાલિકાના જંગમાં જૂનાગઢના ધારાસભ્યં ભીખાભાઇ જોષીને મેયરપદના ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડવાનું નક્કી કરી લીધું હોવાનું મનાય છે

  જાણકારોના માનવા મુજબ ભીખાભાઇનામાત્ર નામ અંગેની ઔપચારિક જાહેરાત બાકી છે, ભીખાભાઇ ની સ્વચ્છ છબી અને લોકો સાથે જોડાયેલા નેતા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ પાલિકાની કુલ 15 વોર્ડ ની 60 બેઠકો છે , હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે , ભાજપ પુનરાવર્તન અને કોંગ્રેસ પરિવર્તન માટે કવાયત કરે છે

(12:41 am IST)