Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર : પોતાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી બિરદાવ્યા

જૂનાગઢ:::: જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે  ટાઇટલ સોલ્ડર લગાવી  બિરદાવવામાં આવેલ હતા

 

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટરને પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના બીડીએસ શાખાના પીએસઆઇ એચ.એસ.માવલ, ક્યુઆરટી પીએસઆઇ એમ.બી.મકવાણા તેમજ ક્યુઆરટી પીએસઆઇ એસ.એસ.યાદવ એમ જિલ્લાના ત્રણ પીએસઆઇને પોલીસ ઇન્સ્પેકટર તરીકે ગુજરાત સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવેલ હતા. 

આ ત્રણેય અધિકારીઓને પ્રમોશન મળતા, બીડીએસ શાખાના પીએસઆઇ એચ.એસ.માવલ, ક્યુઆરટી પીએસઆઇ એમ.બી.મકવાણા તેમજ ક્યુઆરટી પીએસઆઇ એસ.એસ.યાદવને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોતાની ચેમ્બરમાં પોતાની જાતે ત્રણેય અધિકારીઓને સોલ્ડર ઉપર પોલીસ ઇન્સ્પેકટરના હોદ્દાના ત્રણ સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કરીને  આર.વી.ડામોર, ડીવાયએસપી, હેડ કવાર્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં  પ્રમોશન આપવામાં આવેલ હતું. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે.

  ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા દ્વારા ત્રણેય અધિકારીઓને પ્રમોશન અંગે તેમજ નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.

 

પ્રમોશન મેળવનાર જૂનાગઢ જિલ્લાના ત્રણેય અધિકારીઓ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ તથા હાજર અધિકારીઓનો આભાર વ્યક્ત  કરવામાં આવેલ હતો.

(7:00 pm IST)