Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

કાલે જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરે પૂનમની ઉજવણી

ધ્‍વજારોહણ મહાપૂજા આરતી દર્શનઃ દેશ-વિદેશના ભાવિકો ઉપસ્‍થિત રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે આવતીકાલે રવિવારના રોજ જેઠ સુદ પુનમની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં મંદિરના ચેરમેન દેવનંદનદાસજીના માર્ગદર્શન હેઠળ કોઠારી પ્રેમસ્‍વરૂપદાસજી તથા પી. પી. સ્‍વામી સહિતના સંતો હરિભકતો દ્વારા પુનમને લઇને તૈયારી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્‍વામીનારાયણ ભગવાનના હસ્‍તે પ્રતિષ્‍ઠીત થયેલ સિધ્‍ધેશ્વર મહાદેવ અન્‍ય દેવો પ્રત્‍યે લોકો અપાર શ્રધ્‍ધા ધરાવે છે અને લોકોની માનતાઓ મનોકામના પુર્ણ થાય તે માટે તેઓ પુનમ ભરવા દશનાર્થે અચુક આવે છે. અને અનેક શ્રધ્‍ધાળુઓના દુઃખ દર્દ દુર થાય છે તેમજ મનોકામના પૂર્ણ થાય છે. એવા આપ્રતાથી દેવની પુનમના રોજ સવારે મહાપૂજા, આરતી અને મંદિર પર નુતનધ્‍વજા રોહણ કરવામાં આવે છે આ પ્રસંગે દેશ-વિદેશથી અનેક શ્રધ્‍ધાળુઓ આવી દર્શનનો અને મહાપ્રસાદ પણ લાભ લ્‍યે છે તેમ પ્રફુલભાઇ કાપડીયાએ જણાવ્‍યું છે.

(12:25 pm IST)