Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોરબીના મોડપરમાં દેવાસી જીનીંગ એન્ડ કોટન મિલમાં તસ્કરો ત્રાટક્યાઃ એક લાખના મુદ્દામાલની ચોરી

મોરબીઃ મોરબીના મોડપર ગામે આવેલી જીનિગ કોટન મિલમાંથી લુટેરાઓ કોપર તાંબાની પ્લેટો અને ઇલે.મોટર મળીને કુલ રૂ.૯૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ ચોરીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મોડપર ગામે આવેલ દેવાસી જીનિગ એન્ડ કોટન મિલમાં તા.૨૯ એપ્રિલના રોજ તસ્કરો ત્રાટકયા હતા. અને તસ્કરો આ જીનિગ કોટન મિલની દીવાલ કુદીને અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક ટીસીના ડિપા પાડી ટીસીની અંદરના કોપર તાંબાની પ્લેટો કાઢી જે કોપર તાંબાની પ્લેટોની આશરે કિ.રૂ.૭૦,૦૦૦/- છે. તથા જિનના સ્ટોર રૂમનો દરવાજો તોડી તેમાંથી ૫ ઇલેક્ટ્રિક મોટર રૂ.૨૦,૦૦૦/- મળીને કુલ રૂ.૯૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં આ જીનિગ કોટન મિલના માલિક વાસુદેવભાઇ ભાણજીભાઈ કગથરાએ તેમની કોટન મિલમાંથી રૂ.૯૦,૦૦૦/- ના મુદામાલની ચોરી થયાની તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(4:56 pm IST)