Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વિજપડીમાં પાણી માટે દોઢ મહિનાથી લોકોના વલખા

કોન્ટ્રાકટર દ્વારા વાલ્વમેનની સંખ્યા ન વધારાતા રોષઃ એજન્સી રદ કરવા પ૦ આગેવાનોની માંગણી

સાવરકુંડલા તા.૩ : સાવરકુંડા તાલકુાના વિજપડી ગામે પાણીના તમામ બોરમાં પાણી ખુટી જવાથી તેમજ મહી પરીએજ યોજના (નર્મદા) નું પાણી અનિયમિત અને તે પણ બિલકુલ ઓછા પ્રમાણમાં આવતુ હોય છેલ્લા દોઢ માસથી વિજપડી ગામની જનતા પાણી માટે ચોતરફ ભટકી રહેલ છે.

મહિ પરિએજ યોજનાનું પાણી બિલકુલ ધીમુ આવવા પાછળ કોન્ટ્રાકટરે પગારની કરકસર કરવા વાલ્વમેનની સંખ્યા ઓછા પ્રમાણમાં રાખેલ છે.જેથી વાલ્વમેન તમામ ગામના વાલ્વ ખુલ્લા રાખતા હોય વિજપડી ગામના પાણી બીલકુલ ધીમા પ્રવાહે આવતુ હોય ગામના ૧૦% લોકોને લાભ મળે એટલું અને તે પણ અનિયમિત આવે છે

કોન્ટ્રાકટર વાલ્વેનની સંખ્યા વધારે તેમજ અન્ય શરતોનું પાલન કરે તેવી કડક સુચના આપવા વિજપડી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યઓ, ગામના અગ્રણીઓએ આજરોજ રજુઆતમાં જણાવેલ છે કે કોન્ટ્રાકટર સુચન અને શરતોનું પાલન ન કરે તો તાત્કાલીક આ એજન્સી રદ્દ કરવાની વિજપડીના પ૦ આગેવાનોએ માગણી કરેલ છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ ઇજનેરને નર્મદાનું પાણી પુરતા ફોર્સથી પુરતા પ્રમાણમાં મળી રહે તેમજ ગ્રામ પંચાયત કચેરી પાછળ હયાત બોર તથા મશીનરી પાટે વિજ કનેકશન મંજુર કરવાની પણ રૂબરૂ રજુઆત કરવામાં આવેલ છે આ ઉપરાંત યાત્રીક પેટા વિભાગના નાયબ ઇજનેરને લેખીતમાં રૂબરૂ રજુઆત કરતા જણાવેલ છે કે સ્મશાન પાસેનો હેન્ડ પંપ રીપેરીંગ કરી શરૂ કરો તેમજ મોજીલા હનુમાનજી પાસે નદી કાંઠે બોરમાં પાણી છે પરંતુ ઘણા સમયથી હેન્ડ - પંપ ન હોવાથી લોકો પાણી હોવા છતા સાધનોના અભાવે પરેશાન થઇ રહ્યા છ.ે

આ તમામ પ્રશ્નો બાબતે વિજપડીના લોકો મામલતદાર, ડે.કલેકરટ તથા ધારાસભ્યની કચેરીએ જઇને રજુઆત કરેલ છે વધુમાં વિજપડીના આગેવાનોએ જણાવ્યું છે કે જો આ તમામ પ્રશ્નો બાબતે તાત્કાલીક નિર્ણય લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

(3:32 pm IST)