Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોરબીના ધ્રુવરાજસિંહની હત્યાને તાદૃશ્ય કરતા સીસીટીવી ફૂટેજ મળ્યા

સર વાઘજી ઠાકોરની પ્રતિમા આગળ સર્કલ પાસે ફિલ્મી ઢબે બ્લેક કલરની ક્રેટા અને અન્ય વ્હાઇટ કારે ટીનુભાની ગાડીને આંતરીક લોહીયાળ અંજામ આપ્યોઃ ટીનુભાની સાથે રહેલા પારિવારિક સદસ્યોને મારીમારી ભગડાયા : અલગ-અલગ ત્રણ પોલીસ ટીમો દ્વારા બે ભત્રીજા સહિત છ આરોપીઓ તથા સગાસબંધીઓના ઘરે પોલીસના છાપા પણ કોઇ ન મળ્યા

રાજકોટ, તા. ર૩ : મોરબીના ટ્રાવેલ્સ સંચાલક ધ્રુવરાજસિંહ ઉર્ફે ટીનુભાની તેના બે ભત્રીજા સહિતના શખ્સોએ ગઇકાલે વ્હેલી સવારે કરેલ હત્યાની ઘટનાનો તાદૃશ્ય કરતા સીટીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. જેમાં ધ્રુવરાજસિંહની કાર પસાર થાય તે પહેલા રેકી થયાનું અને વાઘજી ઠાકોરના પ્રતિમાથી આગળ બ્લેક કલની પુરઝડપે આવેલ ક્રેટા ગાડીએ કાર આંતરી કરેલા ફાયરીંગ અને તલવાર, છરી, પાઇપ સાથે મચાવેલા આતંક સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

બ્લેક કલરની ક્રેટા કારમાં ભોગ બનનાર ધ્રુવરાજસિંહના બંન્ને સગા ભત્રીજા ઉતર્યા હતાં. હિચકારો હુમલો કર્યો હતો તેની સાથે કારનું ડ્રાઇવીંગ અંગત મનાતો ભરવાડ શખ્સ કરતો હોવાનું માનવામાં આવે છે. આ કાર સિવાય લાંબી કાર પણ ઘટના સ્થળે આવે છે અને ક્રુર હત્યાને અંજામ આપી હત્યારાઓ બંન્ને કારમાં નાશી છૂટયાનું સ્પષ્ટ થાય છે. આમ પોલીસે આ હત્યાને પૂર્વયોજીત રીતે અંજામ આપ્યાનો નિષ્કર્ષ કાઢી હત્યામાં સંડોવાયેલ બે ભત્રીજા સહિત છની શોધખોળ હાથ ધરી છે.

સીસીટીવીની ફૂટેજમાં ધ્રુવકુમારસિંહની હત્યા બાદ તેની સાથે રહેલા તેના પારિવારિક સદસ્યોને બે ભત્રીજા સહિતના શખ્સોએ મારમારી ભગડાયા હતા. અને કાર ચડાવી દીધી હતી.

દરમિયાન મોરબીના પ્રતિનિધિ પ્રવિણ વ્યાસના અહેવાલ મુજબ  હત્યાનો બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે વાવડી રોડ મોરબી વાળાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા, મુકેશ ભરવાડ, કુમારભાઈ, અજયસિંહ વિજયસિંહ જાડેજા અને એક અજાણ્યો માણસ રહે બધા મોરબી વાળાએ એકસંપ કરી ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યા નીપજાવી છે જેમાં ફરિયાદીના ડ્રાઈવર ધીમલભાઈએ આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝદ્યડો થયો હોય જેનો ખાર રાખી આરોપીઓએ સમાધાન માટે બોલાવી વરના કાર તથા ક્રેંટા કારમાં આવીને મારી નાખવાના ઈરાદે ફરિયાદીની ગાડી ઉપર ફાયરીંગ કરી તેમજ અન્ય આરોપીઓએ તલવાર વડે મરણ જનાર ધ્રુવકુમાર ઉર્ફે ટીનુંભા પ્રહલાદસિંહ જાડેજાને દ્યા ઝીંકી દેતા ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે જયારે ધીમલભાઈને તથા ફરિયાદીને ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

હત્યાનો ભોગનાર ધ્રુવકુમારસિંહ બે હત્યા કેસમાં સંડોવાયેલ હતા મૃતક ધ્રુવકુમારસિંહ તેના હત્યારા ભત્રીજાઓના પિતા સાથે તેમજ અન્ય આરોપી મુકેશ ભરવાડ સાથે હત્યા કેસમાં સંડોવાયેલ હતા અગાઉ સાથે મળીને હત્યા જેવા ગંભીર ગુન્હાને અંજામ આપનારની હત્યા તેના જ એક સમયના સાથી દ્વારા કરવામાં આવી છે.

 હત્યા કેસના આરોપી કરણરાજ વાઘેલાના  માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તેમજ બી ડીવીઝન પોલીસની વિવીધ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે તેમજ ફાયરીંગ પણ કરવામાં આવ્યું હોય જેથી એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવશે. પોલીસની ત્રણેય ટીમો દ્વારા છ આરોપીઓના ઘરે અને તેના સગાસંબંધીઓને ત્યાં તપાસ કરાઇ હતી, પરંતુ કોઇને પતો મળ્યો ન હતો.

(12:15 pm IST)