Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પાલીતાણામાંથી રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ સાથે એક શખ્સને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર, તા.૩: ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોરએ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમીઈ હકિકત પાલીતાણા ભૈરવનાથ ચોકમાંથી આરોપી મોહનસિંદ્ય બચ્ચનસિંઘ બાવરી ઉ.વ.૩૨ રહેવાસી સિંધી કેમ્પ, ઘેટીરોડ, પાલીતાણા જી. ભાવનગર વાળાર્નેં એક ગેરકાયદેસરની દેશી બનાવટની રિવોલ્વર-૧ તથા જીવતા કાર્ટીશ નંગ-૪ તથા ફાયર થયેલ કાર્ટીશ નંગ-૨ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે આર્મ્સ એકટ હેઠળ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.શ્રી એસ.એન.બારોટ ની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

(11:46 am IST)