Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પોરબંદર-છાંયા નવાપરામાં બાબુગીરી બાપુના ભંડારામાં ભાવિકો ઉમટી પડયાઃ રામ ધૂન- મહાપ્રસાદ યોજાયો

પોરબંદર, તા.૩: છાંયા નવાપરા ખાતે શિવ-શકિત આશ્રમે બ્રહ્મલીન મહંત પરમપૂજય બાબુજતિ બાપુ (બાબુગીરી બાપુ) ના ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ભંડારામાં સેંકડો સાધુ સંતો તથા હજારો ભાવિક ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી દર્શન પૂજન તથા મહા પ્રસાદી લીધેલ.

સેંકડો સાધુ સંતોની હાજરીમાં વિધિ વિધાનપૂર્વક બ્રહ્મલીન બાબુજતિ બાપુના મુખ્ય શિષ્ય પૂ. કૃષ્ણજતિ બાપુની ચાદરવિધિ કરવામાં આવેલ તથા સર્વે પંથના સાધુ સંતો અને છાંયા ગામના વિવિધ સમાજોના આગેવાનો દ્વારા સર્વાનુમતે શિવ-શકિત આશ્રમ, નવાપરા, છાંયાના મહંત તરીકે પૂ. કૃષ્ણજતિ બાપુ ગુરૂ બાબુજતિ બાપુની વરણી કરવામાં આવેલ.

મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ કૃષ્ણાનંદ પુરીજી મહારાજ નરવાણા, હરીયાણાના મુખ્ય મહંત અને બાબુગીરી બાપુના ગુરૂભાઇ સિધ્ધેશ્વર જતિ મહારાજ, ઉદાસીન આશ્રમના નિર્વાણબાપુ, કચ્છ આશ્રમના શિપ્રાજતિ બાપુ, ખોડીયાર મંદિરના મહંત ગોપાલદાસ બાપુ, ગીરનાર મંડળના સાધુ-સંતો સહિતના સંતો તથા પોરબંદરના અધિક કલેકટર મહેશભાઇ જોષી, વડોદરા ક્રાઇમબ્રાંચના ડીસીપી જાડેજા સાહેબ સહિતના અગ્રણીઓ હાજર રહી પરમ પૂજય બાબુગીરી બાપુને શ્રધ્ધાંજલિ પાઠવેલ હતી. સાંજે પઃ વાગ્યાથી રાત્રે ૧૨ સુધી અખંડ રામધૂન યોજાયેલ બપોર અને સાંજ બંને સમયે ભોજન મહાપ્રસાદી અવિરત ચાલુ રહેલ. જેમા આશ્રમ ખાતે ૧પ હજાર કરતા વધુ લોકોએ પ્રસાદી લીધેલ. પ૦૦ જેટલા સ્વયંસેવક ભાઇઓ-બહેનોએ સેવારૂપી શ્રધ્ધાંજલિ આપેલ. ઉપરાંત પોરબંદર અને દ્વારકામાં વિવિધ સ્થળોએ વાહન મારફત સાધુ, સંતો, ભિક્ષુકોને પ્રસાદી આપવામાં આવેલ હતી.

(11:43 am IST)