Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઉપલેટામાં તાલુકાના બાવન ગામના લોકોની હટાણા સહીતની મોટી સંખ્યાની અવર જવરને ધ્યાને લઇ પી.આઇ. ની જગ્યા ભરવાની માંગ

ઉપલેટા તા ૩  : તાલુકા ભાજપના પ્રમુખ અને આહીર આગેવાન રાજશીભાઇ હુંબલે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક વિસ્તૃત પત્ર પાઠવી જણાવેલ છે કે ઉપલેટા શહેર અને તાલુકાના બાવન ગામો સહીત ધોરાજી, માણાવદર, કાલાવડ, કુતિયાણા સહીતના આજુ બાજુના તાલુકાઓનો ઉપલેટા શહેર સાથે ધંધા રોજગાર વેપાર સામાજીક વ્યવહાર અને શાળા કોલેજોમાં અભ્યાસ માટે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીભાઇ-બહેનોના અપ ડાઉન સહીતની બાબતે કાયમ જીવંત નાતો હોય જેને કારણે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થી ભાઇ બહેનો અવર જવર કરે છે, ત્યારે અહિંના પોલીસ ઇન્સ્પેકટર પલ્લાચાર્યની રૂરલ એસઓજીમાં બદલી થતાં આશરે ત્રણેક મહીનાથી પોલીસ ઇન્સપેકટરની જગ્યા ખાલી પડી છે. ઉપરોકત ગામોના લોકોની મોટી અવર જવર અને શહેરના લોકોની સલામતીને ધ્યાને લઇ લોકો શાંતિ અને નિર્ભયતાથી રહી શકે તે માટે તાત્કાલીક નિષ્ઠાવાન અને કડક પોલીસ ઇન્સપેકટરની નિમણુંક કરવા શહેર અને તાલુકાના લોકોની માગણી અને લાગણીને ધ્યાને લેવા પત્રના અંતમાં જણાવેલ છે.

(11:36 am IST)