Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં વરલી ફીચરનાં આંકડા લેતો શખ્શ ઝડપાયો : હજુ એક શખ્શ ફરાર

ધોરાજી:ધોરાજીના શાંત અને શિક્ષિત વિસ્તાર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં  વરલી ફીચર નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જમાદાર ભીમભાઇ ગંભીર એ ચિશ્તીયા કોલોની પાસે દરોડો પાડતા  અબ્દુલ જીકર કલુડી (ઉવ ૩૨) (રે. ચિશ્તીયા કોલોની )વાળો  રૂ.૧૫,૦૫૦ અને વરલી ફીચર નાં સાહિત્ય સાથે પકડાયો હતો.
પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હજુ વરલી ફીચર નાં જુગાર મા અન્ય એક આરોપી પંકજ જેન્તીભાઇ કારીયાને પકડવાનો બાકી છે. હાલ તે ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. આ આરોપી અગાઉ પણ વરલી મટકાના જુગાર રમતા અને રમાડતા ઝડપાયો હતો.
સાથોસાથ જણાવેલ કે ધોરાજીના દારૂ કે જુગાર જેવી કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં.

(6:40 pm IST)