Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મોરબીમાં ઉમિયા સર્વિક કલાક ફોરમ દ્વારા પાટીદાર માર્ગદર્શન કેન્દ્ર

મોરબીઃ વિજ્ઞાન, ટેકનોલોજી અને માહિતીના યુગમાં સરકારી કામમાં ગૂંચવાતા પાટીદારોને માર્ગદર્શન આપવાના હેતુથી શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ મોરબી દ્વારા પાટીદાર માર્ગદર્શન કેન્દ્રનું ઉધ્દ્યાટન પાટીદાર સેવા સમાજના પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારાના હસ્તે કરવામાં આવ્યું હતું. માર્ગદર્શન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન, પાટીદાર સંસ્થાઓમાંથી મળતી લોન, બિન અનામત આયોગમાંથી મળતી આર્થિક સહાય સહિતની માહિતી આપવામાં આવશે ઉપરાંત ખેડૂતોને કૃષિ લક્ષી વિવિધ સહાય, ખેડૂત અકસ્માત વીમા યોજના, નિવૃત કર્મચારીઓના પ્રશ્નોનું માર્ગદર્શન અને સામાજિક સ્તરે સરકાર અને પાટીદાર સંસ્થાઓ દ્વારા વિધવા, નિરાધાર અને ત્યકતા બહેનોને મળતી આર્થિક સહાય સહિતની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.પાટીદાર માર્ગદર્શન કેન્દ્રને વેગવંતુ બનાવવા પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાદ્યવજીભાઈ ગડારા,મંત્રી શિવલાલભાઈ પટેલ, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ ડો પ્રફુલભાઈ પટેલ, મંત્રી અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ જાવિયા, હિતેશભાઈ આદ્રોજા, અમૃતલાલ મેનપરા, કરશનભાઈ કોટડીયા, વલમજીભાઈ મેરજા, ધીરૂભાઈ સાણજા, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી માર્ગદર્શન કેન્દ્ર આશાપુરા ટાવર, નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે સોમવારથી શનિવાર સવારે ૯ થી બપોરે ૧૨ અને સાંજે ૩ થી ૬ સુધી કાર્યરત રહેશે. માર્ગદર્શન કેન્દ્રનો ઉદ્ઘાટનની તસ્વીર.

(10:27 am IST)