Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ભુજઃ બીજા લગ્ન કરી પત્નિને ત્રાસ ધમકી અંગે પતિને ૩ વર્ષની સજા

સગીરાની છેડતીના કેસમાં આરોપીને ૩ વર્ષની સજા

ભુજ,તા.૩:ભચાઉના વોંધ ગામના મહિલા ઉત્ત્।પીડનના બે અલગ અલગ બનાવોમાં ભચાઉ અને અંજાર કોર્ટે ધાક બેસાડતા ચુકાદાઓ આપ્યા છે. વોંધના ઇન્દુબેન દિલીપ ચૌધરીએ પોતાના પતિ દિલીપ ગોવા ચૌધરીની વિરુદ્ઘ ગત ૨૩/૬/૧૪ ના આદિપુર પોલીસ સ્ટેશનમાં પોતાને અંધારામાં રાખીને બીજા લગ્ન કર્યા હોવાની તેમ જ અન્ય ૬ શખ્સો દ્વારા પોતાને મુંબઈ લઈ જઈ ધાકધમકી તેમ જ શારીરિક માનસિક ત્રાસ અપાયો હોવાની ફરિયાદ કરી હતી.

આ કેસ ચાલી જતાં ભચાઉ કોર્ટના ચીફ જયુડિશિયલ મેજી. શ્રી ઠક્કરે પત્ની સાથે બેવફાઈ કરી ધાકધમકી કરનાર પતિ દિલીપ ચૌધરીને ત્રણ વર્ષની સખત કેદ તેમ જ ૧૦ હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલો એચ.આર. કાપડિયા, બી.એસ. વિઠલાણી અને ફરિયાદીના વકીલ નવીન મિયાત્રાએ દલીલો કરી હતી.ઙ્ગ

બીજા કેસમાં વોંધ ગામે રહેતી સગીરા ગત તા/૨૧/૧/૧૫ ના ખાંડ લેવા દુકાને ગઈ હતી ત્યાંથી પરત ફરતી વખતે પરિણીત પડોશી ધીરજ ઉર્ફે ધીર્યો પરશુરામ સાધુએ તેનો હાથ પકડીને પોતે પ્રેમ કરે છે એવો એકરાર કરી આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ અંગે પોકસો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવાઈ હતી. અંજાર કોર્ટના એડિશનલ સ્પે. જજ (પોકસો) ડી. જે. મહેતાએ આરોપી ધીરજ સાધુને સગીરાની છેડતી બદલ ત્રણ વર્ષ છ મહિનાની કેદ ફટકારી રૂ. ૧૦૦૦ નો દંડ કર્યો હતો. અદાલતની ધાક બેસાડતી આ કાર્યવાહી દરમ્યાન સગીરા વતી સરકારી વકીલ આશિષ પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી.

(4:07 pm IST)