Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ઉના પાસે ટાટા મેજીક અને છકડો રિક્ષા અથડાતા ૭ વ્યકિતઓને ઇજા

ઉના તા. ૩ :.. કંસારી ગામ પાસે બેકરી પાસે એક ટાટા મેજીક કાર ગાડી નં. જીજે-૧૩-વાય- ૧૮૯૦ ના ચાલકે છકડો રીક્ષા (નં. જીજે-૧૧-વાય.-૦૬પ૪) ને હડફેટે લેતા મજૂરી કામે જતા રીક્ષામાં બેસેલા ૭ વ્યકિતઓને ઇજા પહોંચેલ હતી.

અકસ્માતની શાન્તુબેન નારણભાઇ પરમાર રહે. સેજળીયા વાળાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે ભાયા તરફથી આવતી મેજીક કારે છકડો રીક્ષાને ટકકર  મારી સ્થળ ઉપરથી નાસી ગયેલ.

છકડો રીક્ષામાં સાથે બેસેલ શાંતુબેન તેમજ તેજલબેન વિજાભાઇ, સોનલબેન કાળુભાઇ, કોમલબેન ઉકાભાઇને ઇજા પહોંચેલ છે. છકડો રીક્ષા ચાલક નાથાભાઇ તથા ભગવાન બાબુભાઇ પરમાર, તથા ભાનુબેનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. ફરીયાદી શાન્તુબેન તથા અન્ય ઇજાગ્રસ્ત બહેનોને ૧૦૮ દ્વારા તાત્કાલીક સારવાર માટે મહેતા હોસ્પીટલમાં લાવવામાં આવેલ છે. વધુ તપાસ ઉના પોલીસે હાથ ધરેલ છે.

(11:48 am IST)