Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

મુળી ફોરેસ્ટ વિભાગ દ્વારા સરા ગામે ૩૦ ફૂટ અવાવરૂ કુવામાં પડી ગયેલ નિલગાયનું રેસ્કયુ કરી નવજીવન

વઢવાણ, તા. ૩ : સરા-મોરબી રોબ પર આવેલ ત્રિભોવનભાઇ પટેલની વાડીના અવાવરૂ કુવામા આકસ્મિક એક નિલગાય પડી ગયાની જાણ મૂળી ફોરેસ્ટર ઓફિસે કરવામા આવતા મૂળી વન વિભાગના એ.કે અમીન રેન્જ ફોરેસ્ટર દાનુભા ગોહિલ સહિત ટીમ દોડી ગયેલ હતી ૩૦ ફુટ અવાવરૂ ઉંડા કુવામા નિલગાય નુ રેસ્કયુ કરવુ અધરૂ હતુ સહાયતા માટે સુરેન્દ્રનગર ફોરેસ્ટર વિભાગની રેસ્કયુ ટીમને બોલાવવી પડી હતી જીવના જોખમે અવાવરૂ ૩૦ ફુટ ઉંડા કુવામા દોરડા વડે નિચે ઉતરી નિલગાયનુ મહા મહેનતે રેસ્કયુ કરી આબાદ રીતે ઉગારી લીધુ હતુ સવાર થી જ નિલગાયનુ રેસ્કયુ કરવા ફોરેસ્ટરની ટીમ સાથે સરાગામના યુવાનો પણ જહેમત ઉઠાવી સફળ રેસ્કયુ કરી નિલગાયને વેનેટરી ડોકટર પાસે જરૂરી સારવાર કરી જંગલ મા રિલીઝ કરતા મૂળી વન વિભાગની સરાહનીય કામગીરી દાખવી એક નિલગાય નો જીવ બચાવવાની ભારે જહેમતની ચોમેર પ્રસંશા થઇ રહી છે.

(11:41 am IST)