Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સદી વટાવી ચૂકેલા કેશરબેને મતદાન કર્યું

મોરબીના મહેન્દ્રનગર ખાતે ૧૦૦ વર્ષ વટાવી ચુકેલા કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બંન્ની માતા-પુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા આ બાબતે કેશરબેન કાવરે હર્ષભેર જણાવ્યું હતું કે, ભાઈ જો મારે હો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા હઉ..... તેમના પુત્રી છબીબેન મેરજાએ જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું, મતદાન કરવું જ જોઈએ અને યુવાનો સહિતના સૌ કોઈને મતદાન કરવા અપીલ કરી હતી

(1:11 pm IST)