Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગોંડલમાં ૬ર.૮૧ ટકા મતદાન : હવે પરિણામની રાહ

ર૦૧૭માં ૬પ.૧ ટકા મતદાન થયુ હતુ અને ગીતાબા જયરાજસિંહ જાડેજા ૧પ૩૯૭ મતથી જીત્યા'તા

ગોંડલ : ગોંડલમાં અનેક વૃધ્ધો એ મતદાન કર્યુ હતું. વૃધ્ધોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં મતદાન માટે લાઇનો હતી. મોવિયામાં પણ મતદારોની લાઇનો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી- ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર : ગુજરાતની હાઈ પ્રોફાઈલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ત્રણ ચાર નાના મોટા છમકલાંઓની ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન પર્વ ઉજવતા ૬૨.૮૧ ટકા મતદાન નોંધાયું હતું પોલીસે અને પ્રશાસનના દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૧૭માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવા પામી હતી જેમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાએ હરિફ કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ ખાટરીયા ને ૧૫,૩૯૭ મતની લીડ થી હરાવ્યા હતા , ત્યારે ૬૫.૧% મતદાન નોંધાયું હતું જેની સરખામણીમાં આ વખતે બે ટકા ઓછું મતદાન એટલે કે ૬૨.૯૩% મતદાન નોંધાવવા પામ્યું છે ગોંડલ બેઠક પર આશરે ૨,૨૮,૫૨૯ મતદારો નોંધાયેલા છે જેમાંથી ૧,૪૩,૮૦૬ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. જેમાં પુરુષોની સંખ્યા ૮૦૧૬૪ અને મહિલા મતદારોની સંખ્યા ૬૩,૬૪૨ નોંધાવવા પામી છે. મતદારોના ભાવિ એવીએમ માં શીલ થઈ જવા પામ્યા હોય આગામી તારીખ ૮ ના રાજકોટ ખાતે મત ગણતરી યોજાનાર છે ત્યારબાદ જનતા જનાર્દન કોના શિરે વિજય નો તાજ રાખશે તે નક્કી થશે.

(1:11 pm IST)