Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા:સૌથી મોટું 64 ઈંચનું ઘીસોડું

વીંઝલપર ગામે ડાડુભાઈ ડાંગરની વાડીએ કુદરતનો કરિશ્મા સર્જાયો

દેવભૂમિ દ્વારકા :રાજ્યમાં વરસાદની અછતને કારણે ખેડૂતો મુંઝવણમાં છે. ત્યારે ક્યાંક ક્યાંક કુદરતનો કરિશ્મા પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌથી મોટી ડુંગળી ચર્ચામાં હતી, પરંતુ હાલ દ્વારકાના જામખંભાળિયા તાલુકાનું વીંઝલપર ગામમાં એક ખેડૂતની વાડીમાં 64 ઇંચ લાંબા ઘીસોડા ઉગ્યા છે

   દેવ ભૂમિ દ્વારકાના  જામખંભાળિયા તાલુકામાં આવેલા વીંઝલપર ગામે ડાડુભાઈ ડાંગરની વાડીએ છોકરાઓએ રમતા-રમતા નાખેલા ઘીસોડાના બી આજે મસ મોટા વેલા બની ગયા છે.

વેલામાં ૬૪ ઇંચ જેટલા લાંબા ઘીસોડાનો ફાલ આવ્યો છે. કેટલાક લોકો ઘીસોડાને તુરિયા પણ કહે છે.

સૌથી મોટું ઘીસોડું 64 ઇંચનું છે, ત્યારબાદ એક 54 ઇંચનું અને 40-40 ઇંચના અન્ય કેટલાક ઘીસોડા ઉગ્યા છે.

ડાડુભાઇની વાડીમાં લાંબા લાંબા ઘીસોડા આવવાની વાતની જાણ વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાઇ અને પછી શું દુર દુરથી લોકો લાંબા લાંબા ઘીસોડા જોવા આવે છે.

(1:13 am IST)