Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગોંડલના યુવકે ધારાસભ્યો-પ્રધાનોના પગાર વધારાના વિરોધમાં અચોક્કસ મુદ્દતના અનશન

ગોંડલ તા.૨: ગોંડલના ત્રણ ખુણીયા પાસે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે પંકજભાઇ ડોબરીયા નામના યુવાન દ્વારા ધારાસભ્યો અને પ્રધાનોના પગારના ભાવ વધારાના વિરોધમાં અચોક્કસ મુદ્દતના આમરણ કરવામાં આવ્યા છે, આ તકે યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રજા જયારે ગરીબી, બેકારી, મંદી અને મોંઘવારીથી ત્રસ્ત હોય ત્યારે રાજયના સંવેદનશીલ શાસકોએ પગાર વધારો કરી દાઝયા પર નમક છેડવાનું કૃત્ય કર્યુ છે. આ રાજયપાલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જયાં સુધી સરકાર દ્વારા પગાર વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અનશન શરૂ રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.

(3:41 pm IST)