Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કેશોદમાં માં-બેટી સેમિનાર

જૂનાગઢ જિલ્લાનાં તમામ ગામોમાં આખો સપ્ટેમ્બર માસ રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવણી થઇ રહી છે. આજે કેશોદ આઇ.સી.ડી.એસ. શાખા કેશોદનાં સંકલીત બાળ કલ્યાણ અધિકારી મંગળાબેન મહેતા અને ટીમ દ્વારા માં-બેટી સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનનો મુખ્ય હેતુ કુપોષણ મુકત ભારત માટે જનઆંદોલન છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશમાં બાળકો, માતાઓમાં કુપોષણની સ્થિતીમાંથી મુકત કરાવવા અને દેશમાં પોષણની સ્થિતી સુધારવા કુપોષણ મુકત ભારત અભિયાન શરૂઆત કરવામાં આવ્યુ છે. કેશોદનાં ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમે જણાવ્યુ હતુ કે ગવર્નેમન્ટ ઓફ ઈન્ડીયાની સુચનાથી જન આંદોલનનાં સ્વરૂપે સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણમાહ તરીકે થઇ રહેલ ઉજવણીમાં પંચાયતી રાજની ત્રણેય સ્તરની સંસ્થાઓએ સંપુર્ણપણે ભાગીદાર બની આ જન આંદોલનને સફળ બનાવવા રાજયનાં તમામ ગામોમાં વસતા પરિવારોમાં કુપોષણ ધરાવતા શિશુઓ, લોહીની ઉણપ ધરાવતા શિશુઓ, જન્મ સમયે ઓછુ વજન ધરાવતા શિશુઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે પરિવારની ગર્ભવતી માતાઓ, તથા ધાત્રી માતાઓની સહિશેષ કાળજી રખાય અને તેઓને પોષણ અભિયાન હેઠળ સ્વસ્થ આહાર મળે અને સાથે સાથે સ્વાસ્થ્યની યોગ્ય કાળજી સ્થાનિક આરોગ્ય શાખા તરફથી મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આજે કેશોદનાં રાણીંગપરા ગામે સેવાસેતુના માધ્યમે લોકોની પાયાની જરૂરીયાતનાં કામો સ્થળ પર કલ્સ્ટરનાં ગામોને સમાવીને ઉકેલાયા છે. કેશોદ તાલુકો કુપોષણ મુકત બને અને કેશોદ તાલુકાનું એકપણ બાળક કે કીશોરી કુપોષીત ના રહે તે માટે સ્વયંસેવી સંસ્થાઓ, નાગરીકો, સંગઠનો, સંસ્થાઓએ સામાજીક જવાબદારી સ્વીકારી માનવીય સંવેદના રાખી ભારત સરકારશ્રીના આ અભિયાનમાં કાર્ય કરી રહેલ છે ત્યારે કેશોદ સંકલીત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા યોજાયેલ આજનાં મા-બેટી સંમેલનમાં બહેનોને તજજ્ઞ વકતાશ્રીઓએ કુ-પોષણથી મુકત બનવા આપેલ માર્ગદર્શન સાચા અર્થમાં ઉપયોગી લેખાશે. આ તકે કેશોદનાં અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બહેનોએ પોષક આહારની બનતી વાનગીઓ રજુ કરી હતી. સેમીનારની તસ્વીરો.(૨૨.૮)

(3:09 pm IST)