Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પ્રભાસપાટણમાં એકાએક ઉજાલા લેમ્પ વિતરણ બંધઃ કચેરીને લાગ્યા તાળા!!

પ્રભાસ પાટણ તા.૨: પ્રભાસ પાટણ વીજ કચેરીમાં આવેલ સરકાર દ્વારા બહાર પાડેલ ઉજાલા લેમ્પની કેબીન આવેલ છે. આ ઓફીસ લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ લેમ્પને બદલવા માટે ત્રણ વર્ષની વોરંટી આપવામાં આવે છે જેથી ઘરોમાં ખરાબ અથવા બંધ થતા લેમ્પોને બદલવા માટે વીજ કચેરીએ આવે છે પરંતુ ધરમના ધક્કા ખાઇને પાછા ફરે છે.

લેમ્પ સહિત અન્ય વસ્તુ નવી લેવાવાળા ગ્રાહકો પણ ધક્કા ખાય છેે. આમ સરકાર દ્વારા શરૂઆતમાં મોટી-મોટી જાહેરાતો કરી અને આ ઓછા વોલ્ટેજ વાળા લેમ્પો વહેચેલ અને બદલવાની ગેરંટી આપેલ આ લેમ્પો લોકોએ મોટા પ્રમાણમાં ખરીદેલા અને હવે બલવાની અથવા નવા લેવા જાય તો આ કેબીન બંધ હાલતમાં જોવા મળે છે. પ્રભાસ પાટણમાં વીજ કચેરીમાં ઉજાલા લેમ્પની કેબીન ફરીથી તાત્કાલિક કાયમી ધોરણે ચાલુ રહે તેવી લોક માંગણી ઉઠેલ છે.(૧.૧)

(12:39 pm IST)