Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મહાત્મા ગાંધી-લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની ઉજવણી

સોૈરાષ્ટ્ર-કચ્છમાં પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, પુષ્પમાળા અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા.૨: રાજકોટ સહિત સોેૈરાષ્ટ્ર-કચ્છમાં આજે બીજી ઓકટોબર એટલે કે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની  જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામે-ગામ વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાઓને પુષ્પાંજલી, ગાંધી વંદના, પ્રભાતફેરી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.

જુનાગઢ

જૂનાગઢ તા.૧, જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી પર્વે જૂનાગઢ જિલ્લાભરમાં અંજલિ અર્પવા કાર્યક્રમો યોજાનાર છે, ત્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે રાષ્ટ્રપિતાને યાદ કરી જૂનાગઢ શહેરમાં તા. ૨ જી ઓકટોબરે સવારે ૭-૦૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતેથી એક રેલી યોજાશે. રેલી બહાઉદ્દિન કોલેજ પરિસરમાં સર્વધર્મ પ્રાર્થનાસભા અને મહાત્માગાંધીનાં વિચાર વકતવ્ય સાથે સંપન્ન થશે. સાંજનાં ભવનાથ  ખાતે મહાત્મા ગાંધીને પ્રિય ભજનોની ભજન સંધ્યા યોજાશે.

            મોહનદાસ કરમચંદ ગાંધી(ઓકટોબર ૨, ૧૮૬૯ –ઙ્ગજાન્યુઆરી ૩૦, ૧૯૪૮) ,મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો, અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધીજીવિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધીજી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફકત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજયનો કદી સુરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે ભારતિય સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી આસ્થાઓમાંથી મળ્યા હતા. આવા મહામાનવ મહાત્માનાં જન્મજયંતી ઉજવણી ઉપલક્ષ્યે યોજાનાર કાર્યક્રમોમાં જૂનાગઢનાં પ્રબુધ્ધ નગરજનોને ઉપસ્થિત રહેનાર હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓને સોંપાયેલ જવાબદારીઓ અંગે અધિક નિવાસી કલેકટર શ્રી ડી.કે.બારીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.આ ઉજવણીમાં નાગરિકોને જોડાવા પણ અનુરોધ કરાયો હતો. (૧.૭)

(12:36 pm IST)