Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હેરોઇન કેસમાં કડીરૂપ આરોપીને નેપાળ બોર્ડરથી ઝડપી લેવાયો

દ્વારકા તા.૨: ગઇ તા. ૧૨-૦૮-૨૦૧૮ના રોજ ગુજરાત એ.ટી.એસ. એ સલાયા ખાતેથી રૂપિયા ૧૫ કરોડના હેરોઇન સાથે અઝીઝ ભગાડ નામના શખ્સની ધરપકડ કરેલ હતી અને ત્યારબાદ તપાસ દરમ્યાન રફીક આદમ સુમરા રહે. માંડવી તથા નજીર ઠાકર રહે. કાશ્મીરવાળાની ધરપકડ કરેલ હતી. જેઓની પુછપરછ દરમ્યાન આ હેરોઇન પાકિસ્તાનથી ભારતમાં મોકલવામાં ચાવીરૂપ ભુમિકા ભજવનાર મહત્વના અને કડીરૂપ આરોપી અરશદ સોટ્ટા ઉર્ફે રાજુ દુબઇ રહે. મુળ માંડવીવાળાની ગુજરાત એ.ટી.એસ. એ નેપાળ બોર્ડર ઉપરથી અટકાયત કરેલ છે.(૧.૧૦)

(12:34 pm IST)