Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

વિંછીયાના મોટી લાખાવડમાં ગાયો હટાવવા પ્રશ્ને રામશીને ગભરૂ અને વિભાએ મારમાર્યો

ગભરૂ સાંબડ અને વિભા સાંબડ સામે ગુનો

રાજકોટ તા. રઃ વિંછીયાના મોટી લાખાવડમાં ગાયો હટાવવા પ્રશ્ને રબારી યુવાન પર  બે રબારીભાઇઓએ પાવડાથી મારમાર્યો હોવાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટી લાખાવડમાં રહેતો રામશી રૂપાભાઇ સાંબડ (ઉ.૧૮) ગઇ કાલે પોતાના ઘર પાસે હતો ત્યારે પોતાની ગાયોની બાજુમાં ગભરૂ સવશી સાંબડની ગાયો આવતા રામશીએ તેની ગાયોને દુર હટાવતા તે બાબતનો ખાર રાખી ગભરૂ સવશીભાઇ સાંબડ તથા તેનો ભાઇ વિભા સવશીભાઇ સાંબડે ઉશ્કેરાઇને  રામશીને લાફા મારી પાવડો ફટકારી માથાના પાછળના ભાગે ઇજા કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે રામશી સાંબડે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. બી.પી.સીંધે તપાસ હાથ ધરી છે.

(12:34 pm IST)