Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

વડિયાના બાંભણીયા ગામે એકજ બસ આજે પ૦ વર્ષ થયા બપોરે આવે છે

વિદ્યાર્થીઓને ૪કી.મી. સુધી ચાલવું પડે છેઃ આંદોલનની ચીમકીઃ ભારે પરેશાન

વડિયા, તા.૨: બાંભણીયા ગામે ૫૦ વર્ષ થી એકજ બસ વહેલી સવારે અધકચરા ટાઈમે તેમજ બપોરના સુમારે આવે છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે કોઈ એસટી બસ મુકવામાં આવી નથી વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવું હોઈ તો ચાર ચાર કી.મી.ચાલીને અમરેલી જવાની બસ લાખાપાદર થી મેળવવી પડે છે અથવા જીવના જોખમે છકડો રીક્ષાની જોખમી સવારી કરવી પડે છે આ જોખમી સવારીમાં કોઈ મોટી દુર્ઘટના બને તેની ચિંતામા વાલીઓ પ્રગતિશીલ ગુજરાતમાં વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કરી મજૂરીએ લગાડવાનું વિચારી રહયા છે ...

વાલીઓ જણાવે છે કે જયાં સુધી અમારો દીકરો કે દીકરી સ્કૂલે થી પાછા ઘરે ના ફરે ત્યાં સુધી અમારો જીવ ઉચ્ચક રહે છે અમરેલી થી પાછા ફરવા માટે કોઈ વાહન મળતું નથી મળે તો છકડો રીક્ષા જે જોખમી સવારીમાં અમારા બાળકો પોતાના જીવના જોખમે પોતાનું ભવિસ્ય ઉજ્જવળ કરે તે પહેલા કોઈ મોટી દુર્ઘટના ન બને તેની ચિંતા સતત સતાવતી રહે છે અને અમો દીકરાને ભણાવવા કરતા હીરા ઘસવા બેસાડી દઈએ તો મનની શાંતિ અનુભવીએ....

બબે વર્ષ થી સતત તંત્ર અને ધારા સભ્યને રજુઆત લેખિત મૌખિક કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી મત લેવા માટે અમારી ઉંઘ હરામ કરી નાખે છે અને અમારે એસટી બસ માટે પડતી હાલાકી બેધ્યાન કરવામાં આવે છે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓને એસટી બસ ની પડતી હાલાકી ને લીધે ૨૦ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માટે ચાર ચાર કી. મી.પગપાળા ચાલીને અભ્યાસ માટે મહેનત કરે છે આ બાબતે તંત્ર કેમ કોઈ ઉકેલ લાવતું નથીં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જલદીથીં વિદ્યાર્થીઓની માગણી પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે દિન ૧૦ મા એસટી બસ શરૂ કરવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે...(૨૩.પ)

(12:29 pm IST)