Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

૧૯રપમાં વઢવાણમાં ગાંધીજીએ ઘરશાળા સ્થાપેલી

વઢવાણ, તા. ર :  આજે ૨જી ઓકટોબર એટલે કે ગાંધીજયંતી. ગાંધી જી નો જન્મ ૨ ઓકટોબર ના દિવસે પોરબંદર મા થયો હતો ભારત ની આઝાદી મા સવથી મોટો ફાળો હોય તો તે મહાત્મા ગાંધી નો રહેલો છે .દેશ માટે અને દેશ ની આઝાદી માટે અનેક સત્યાગ્રહ કર્યા અનેક આંદોલનો કર્યા અહિંસા પરમો ધર્મ ને આગળ રાખી દેશ ને અગ્રેજો ના અત્યાચારો થી ભારત ના લોકોને મુકત કર્યા . આજે મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નનાકડા એવા વઢવાણ મા ગાંધીજી એ ગરીબ વર્ગ ના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે દ્યરસાળા નો પાયો નાખેલો.

સુરેન્દ્રનગર -વઢવાણ - જોરાવરનગર એમ ૩ ગામો ના ગરીબ વર્ગ ના બાળકો ને ૧૯૨૦-૧૯૨૫ ના સમય માં શિક્ષણ મેળવવા મા ખૂબ મુશ્કેલી પડતી હતી તે સમયે વઢવાણ મા ગરીબ વર્ગ ના બાળકો ને શિક્ષણ મળી રહે તે માટે વઢવાણ ના લોકો દ્વારા દ્યર સાળા નો પાયો નાખવા મા આવિયો અને તેનું બાંધકામ ૧૯૨૦ મા સરું કરવા મા આવિયુઁ ૧૯૨૫ મા આ સાળા ત્યાર થાયા બાદ ગાંધીજી એ ૧૯૨૫ મા આ સાળા નું લોકાર્પણ કરોયું હતું અને આજે ત્યાં

આ દ્યર સાળા મા હરિજન , દગાસિયા ,બક્ષીપંચ , વાલમિકી , ચમાર વગેરે જેવા વર્ણ ના બાળકો અભિયાસ માટે આવતા હતા

ગાંધીજી એ દ્યર સાળા ની સ્થાપના ને આજે લગભગ ૯૩ વર્ષ થઈ ગયા છે આજે આ દ્યર સાળા મા કોઈ પણ જાત ના બાળકો અભીયાસ માટે આવતા નથી . આજે ગાંધીજી દ્વારા ગરીબ વર્ગ ના બાળકો ને શિક્ષણ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મા ગાંધીજી સાથે ૧૯૨૫ મા સ્થપાયેલી દ્યરસળા હાલ એના વર્ગ ખંડો પણ બંધ હાલત મા જોવા મળી રહ્યાં છે ફોટા મા દરેક વર્ગ ના વિધાર્થી ઓ ના આંકડાઓ તમે જોઈ શકો છો.

આ એક માત્ર સુરેન્દ્રનગર જીલ્લા મા ગાંધી જી ના હસ્તેઙ્ગ ઉધ્દ્યાટન થયેલી આ સાળા છે ત્યારે સુરેન્દ્રનગર ના અનેક બાળકો આભિયાસ કરી શકે તેવી આ સાળા મા વેવસથા છે વિશાળ જગ્યા દ્યરસલાં પાસે આવેલી છે છતાં તંત્ર ની બેદરકારી ના અભાવે આ સાળા હાલ મા નિમ્ન વિકસિત સ્વરૂપે છે તો સત્ વરે આ સ્કૂલ વધુ ને વધુ વિકસિત થાય તો સુરેન્દ્રનગર જીલ્લા ના અને આજુબાજુ ના ગામ વઢવાણ અને જોરાવરનગર એમ બને ગામો ના વિધાર્થીઓ ને લાભ થાય. છેલે લોકસભા ના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ દ્વારા આ સ્કૂલ ને સમારકામ ના લાભાર્થે ૧૫૦૦૦૦( એક લાખ પચાસ હજાર) પોતાની ગરાંટ માંથી ફાળવ્યા હતા ત્યારે બાદ કોઈ નેતા એ આ સ્કૂલ સામે જોયું પણ નથી.

શું હવે જોવું રહ્યુ કે આ ગાંધીજી દ્વારા લોકાર્પણ કરેલી આ દ્યર સાળા ફરી એકવાર ધમધમતી બનશે કે કેમ . સુરેન્દ્રનગર અને વઢવાણ ના બાળકો ને શિક્ષણ ની સુવિધા ના લાભાર્થે આ સાળા વધુ ને વધુ વિકસિત કરાય તેવી માગ સુરેન્દ્રનગર વાસીઓ મા ઉઠી છે.(૯.પ)

 

(12:26 pm IST)