Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જસદણના શીવરાજપુર પાસે કારે બાઈકને ઉલાળતા અજય સાડમીયાનું મોત

મિત્ર ઈલ્યાસને ગંભીર ઈજા થતા સારવારમાં

રાજકોટ, તા. ૨ :. જસદણના શીવરાજપુર પાસે ફોરવ્હીલના ચાલકે બાઈકને ઠોકર મારતા દેવીપૂજક યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે મિત્રને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે.

મળતી વિગત મુજબ જસદણના શીવરાજપુરમાં રહેતા અજય કાનજીભાઈ સાડમીયા અને તેનો મિત્ર ઈલ્યાસ બન્ને જીજે ૩ એફએફ ૭૭૦૭ નંબરનું મોટર સાયકલ લઈને શીવરાજપુરથી જસદણ તરફ જતા હતા ત્યારે શીવરાજપુર ગામ નજીક જીજે ૫ સીએમ ૫૯૫૦ નંબરની ફોર વ્હીલના ચાલકે રોંગ સાઈડમાં આવી બાઈકને ઠોકર મારતા બન્ને ફંગોળાઈ ગયા હતા. જેમાં અજયને ગંભીર ઈજા થતા તેનુ મોત નિપજ્યુ હતું. જ્યારે મિત્ર ઈલ્યાસને ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ અંગે જસદણ પોલીસે કાર ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી ઈન્ચાર્જ પીઆઈ વી.કે. ગોલવેલકરે તપાસ આદરી છે.

(12:19 pm IST)